www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હી યુનિવર્સિટીની દીવાલો પર ચૂંટણી બહિષ્કારના વિવાદિત લખાણ


સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.24
દિલ્હીમાં લોકસભા ચૂંટણી 2024ની વોટિંગ પહેલા દિલ્હી યુનિવર્સિટીના કોલેજની દિવાલો પર વિવાદિત સૂત્રો લખવામાં આવ્યા છે. દિવાલો પર ચૂંટણી બહિષ્કાર કરવાની વાત કહેવામાં આવી છે. આ મામલે દિલ્હી પોલીસે બે FIR નોંધી છે. પોલીસે આ વિશે જાણકારી આપી છે.

દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસની દિવાલો પર ઘણા સ્થળે લાલ રંગથી બોયકોટ ઈલેક્શનના સૂત્રો લખવામાં આવ્યા છે. શનિવારે 25 મે એ દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે.

આ દરમિયાન દિલ્હી યુનિવર્સિટીથી એફિલિએટેડ કોલેજોમાં અજાણ્યા નંબરથી કોલ કરવામાં આવ્યો અને કોલેજને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. માહિતી મળતા જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને આ કોલ નકલી છે તેવી જાણ થઈ. કેમ્પસમાં કોઈ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી.

 

Print