www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલાવડ નજીક અકસ્માતમાં દંપતિના મોત


રિક્ષાએ બાઈકને ઉડાવતા અકસ્માત: ઘટના બાદ ચાલક ફરાર: પોલીસ તપાસનો ધમધમાટ

સાંજ સમાચાર

(રાજુ રામોલીયા દ્વારા)
કાલાવડ તા.17
કાલાવડના રણુજા હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં દંપતિના મોત થવા પામેલ છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.

આ ઘટના અંગે મળતી સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે કાલાવડના રણુજા હાઈવે પર રિક્ષાએ કાલાવડ તરફથી આવતા બાઈકને ઉડાવતા બાઈક સવાર દંપતિના ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજેલ હતા. આ અકસ્માત બાદ રિક્ષાચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જવા પામેલ હતો.

અકસ્માતની જાણ થતાની સાથે જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર દોડી ગયેલ હતી. જેમાં આ દંપતિને એમ્બ્યુલન્સ મારફત કાલાવડ સીવીલ હોસ્પીટલ ખાતે લવાતા ફરજ પરના ડોકટરે દંપતિને મૃત જાહેર કરેલ હતુ. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે તેની સાથોસાથ ફરાર થયેલા રિક્ષાચાલકને પણ દબોચી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Print