www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું


ટી-20 વર્લ્ડ કપમાંથી ઓસીઝ ટીમ ફેંકાતા નિર્ણય

સાંજ સમાચાર

મેલબોર્ન, તા.26
આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને માત આપતા જ ઓસ્ટ્રેલિયાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી દીધી છે.

ડેવિડ વોર્નરે વર્ષ 2023માં જ્યારે ભારતમાં વન ડે વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો ત્યારે પોતાનો છેલ્લો વર્લ્ડ કપ હોવાની જાહેરાત કરી હતી. વોર્નરે આ વર્ષની શરૂઆતમાં તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી ત્યારે હવે ડેવિડ વોર્નર ટી-20 ઈન્ટરનેશનલમાં પણ જોવા મળશે નહીં. વોર્નરે તેની છેલ્લી ટી-20 ઈન્ટરનેશનલ મેચ ભારત સામે રમી હતી. તેને છ બોલમાં છ રન બનાવ્યા હતા. 

જો કે, ડેવિડ વોર્નરે કહ્યું હતું કે, આગામી વર્ષે યોજાનારા ચેમ્પિન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને જરૂર પડશે, તો તે વાપસી કરી શકે છે, પરંતુ આવું થઈ શકશે કે નહીં તે હાલ કહેવું મુશ્કેલ છે. ત્યારે આગામી સમયમાં ડેવિડે વોર્નર માત્ર લીગ મેચોમાં રમતો જોવા મળી શકે છે.

Print