www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જીવલેણ ગરમી: વડોદરામાં વધુ 9ના મોત: અમદાવાદમાં બે નવજાત સહિત ચારનો ભોગ


સાંજ સમાચાર

વડોદરા, તા.25
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેની વચ્ચે મોતના આંકડામાં પણ વધારો થયો છે,વડોદરામાં ગઈકાલે 9 લોકોના ગરમીના કારણે મોત થયા છે,તો અત્યાર સુધી ગરમીને લઈ 30 લોકોના મોત થઈ ચૂકયા છે.

તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહેન્દ્ર ભાણાભાઈનું મોત તો બીજી તરફ વીજ કંપનીના લાઈનમેનનું ઘરે ચક્કર આવતા પડી જતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

વડોદરામાં 30 લોકોના મોત
અસારવા સિવિલ હોસ્પિટલમાં જ ખાસ ઉભા કરાયેલા હીટ સ્ટ્રોક દર્દીઓ માટેના વિશેષ વોર્ડમાં બે દિવસમાં 43 દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા હતા. આ પૈકીના એક 55 વર્ષીય આધેડ અને એક 35 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બન્ને દર્દીઓ 104-105 ફેરનહીટ તાવ સાથે અહીં દાખલ કરાયા હતા.

આ સિવાય 41 દર્દીઓની હજુ સારવાર ચાલી રહી છે. આ પૈકી દસેક દર્દીઓની હાલત હજુ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ સંખ્યાબંધ દર્દીઓને હીટ સ્ટ્રોક અને ડીહાઇડ્રેશનને લીધે દાખલ કરવામાં આવ્યા છે. આજે 10 અને 15 દિવસના બે નવજાત બાળકોના પણ ગરમીની અસરથી મોત થયા હતા.

 

Print