www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધ્રાંગધ્રા પીપલ્સ બેંકની 50મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ: પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા ઉપસ્થિત


પીપલ્સ બેંક છેલ્લા 10 વર્ષથી સતત નફો કરી જિલ્લાની અગ્રણી બેંક બની: આઈ.કે.જાડેજા

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.1
ધાંગધ્રા પીપલ્સ બેંક દ્વારા ધાંગધ્રા લુવાણા સમાજની વાડી ખાતે સામાન્ય સભ્ય યોજવામાં આવી હતી ત્યારે આ સામાન્ય સભામાં ગત વર્ષના હિસાબો સહીત વિવિધ ઠરાવો ને બહાલી અપાઈ ત્યારે પૂર્વ મંત્રી આઈ કે જાડેજા એ જણાવ્યું કે પીપલ્સ બેંક દ્વારા છેલ્લા 10 વર્ષથી સતત નફો કરીએ અને જિલ્લાની અગ્રણી બેંક બની છે અને ગ્રાહકોનો  વિશ્વાસ કેળવી અનેક સુવિધાઓ પૂરી પાડવા માટે કામગીરી કરી રહી છે એ અભિનંદનને પાત્ર છે ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો. ઓપરેટિવ બેંક લી. ધ્રાંગધ્રા ની 50 મી વાર્ષિક સાધારણ સભા ધ્રાંગધ્રા લુહાણા સમાજ ની વાડી ખાતે આઈ. કે. જાડેજા પૂર્વ કેબિનેટ મંત્રી ની ખાસ ઉપસ્થિતિ માં યોજવામાં આવી તેમાં ચેરમેન ભરતભાઈ ગજ્જર, એમડી જીતુભાઇ ચૌહાણ તથા તમામ ડાયરેક્ટરઓ, શહેર સંગઠન પ્રમુખ કિરીટસિંહ જાડેજા, નગરપાલિક કુલદીપસિંહ ઝાલા, વેપારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યા માં સભાસદો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.. ત્યારે ગત વર્ષના હિસાબો અને સહિત ઠરાવોને બહાલી આપવામાં આવી ત્યારે પૂર્વ મંત્રી આઈ કે જાડેજા એ જણાવ્યું કે પીપલ્સ બેંક થી નફો કરી શહેરીજનો અને ગ્રાહકોનો વિશ્વાસ કેળવ્યો છે અને ફટ વધુમાં વધુ સુવિધા મળે તે માટેની કામગીરી કરી રહી છે અભિનંદનને પાત્ર છે ત્યારે આમ મોટી સંખ્યામાં સભાસદો પણ ઉપસ્થિત રહ્યા હતા

 

Print