www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દિનેશ કાર્તિકની ક્રિકેટને અલવિદા: ફિનિશર તરીકે જબરદસ્ત સફળતા મેળવી


સાંજ સમાચાર

મુંબઇ : 
આઇપીએલમાં આરસીબીનું પ્રતિનિધિત્વ કરનાર તમિલનાડુના દિનેશ કાર્તિકે આંતરરાષ્ટ્રીય અને આઇપીએલ  કારકીર્દીને અલવિદા કહી દીધુ છે. બુધવારે રાજસ્થાન રોયલ્સ સામેની એલિમિનેટર મેચ તેની છેલ્લી મેચ હતી. 38 વર્ષીય કાર્તિકે તેની કારર્કિદીના અંતમાં ફિનિશર તરીકે જબરદસ્ત સફળતા મેળવી હતી. તેની લગભગ ર0 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હતી.

આઇપીએલમાં

દિનેશ કાર્તિક 2008 પછી પ્રથમ આઇપીએલની તમામ 17 સિઝનમાં રમ્યો છે.

♣06 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યુ

♣5 હજારથી વધુ રન બનાવ્યા

♣145 કેચ અને 37 સ્ટમ્પિંગ કર્યા

♣2013માં ચેમ્પિયન મુંબઇનો ભાગ હતો

છેલ્લી ટુર્નામેન્ટ
2022ની આઇપીએલ સિઝનમાં 183ના સ્ટ્રાઇક રેટથી 330 રન બનાવ્યા બાદ કાર્તિક ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પરત ફર્યો હતો. રાષ્ટ્રીય ટીમ સાથે આ તેની છેલ્લી ટુર્નામેન્ટ હતી.

ચડાવ અને ઉતાર

♣અંતિમ અગિયારમાં ધોનીનું સ્થાન નકકી થવાને કારણે દિનેશ કાર્તિકે 2007માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઇનિંગ્સની શરૂઆત  કરી હતી.

♣ર018માં કોલંબોમાં બાંગ્લાદેશ સામેની નિદાહસ ટ્રોફીની ફાઇનલમાં છેલ્લા બોલ પર સિકસરની યાદગાર વિજય થયો

♣કાર્તિક 2010 અને 2017 વચ્ચે આઇપીએલ રમવાનું લગાતાર ચાલુ રાખ્યું પરંતુ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન ન બનાવી   શકયો જે તેને દુ:ખ હતું.

શરૂઆત

19 વર્ષની ઉંમરે ભારતીય ટીમ માટે ODI ડેબ્યુ કર્યુ હતું.

ત્રણ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યુ

નિવૃતિનું મન કરી લીધુ હતું
કાર્તિકે આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી દરમિયાન નિવૃતિ લેવાનું મન બનાવી લીધુ હતું. ઇંગ્લેન્ડના માઇક આથર્ટને આકસ્મિક રીતે પોડક્રાસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

 

Print