www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોવિયાના ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર દ્વારા 1000થી વધુ ઔષધીય રોપાનું વિતરણ


વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો:આગેવાનોની ઉપસ્થિતિ

સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.29
સંત ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામમાં 1000 થી વધુ ફુલ ઝાડ અને ઔષધીય આયુર્વેદિક રોપાઓનું વિનામૂલ્યે વિતરણ તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન ગોંડલ વન વિભાગ અને મોવિયા ગામ પંચાયતના સહયોગથી કરવામાં આવ્યું હતું. છેલ્લા 16વર્ષ થી આ જગ્યામાં દર ચોમાસે રોપાઓનું વિના મૂલ્યે વિતરણ થતું રહ્યું છે.

આ કાર્યક્રમ નુ દીપ પ્રાગટય પુ. મહંત ભરતબાપુ તેમજ અલ્પેશ બાપુ અને સદાવ્રત રામજી મંદિરના મહંત ગોપાલદાસ બાપુ તેમજ ગોંડલ તાલુકાના પી.એસ.આઇ સોલંકી અને મોવિયા ગામના સરપંચ અને ઉપ સરપંચ તેમજ રાજકીય આગેવાન કિશોરભાઇ અંદીપરા અને કુંરજીભાઇ ભાલારા, પ્રકૃતિ પ્રેમી હિતેશભાઇ દવે, ભીખાલાલ ખુટ,ગોપાલભાઇ ભુવા ,ફોરેસ્ટ ઓફિસર જાડેજા અને તાલુકા પંચાયત સદસ્ય મનીષભાઇ ખુટ અને મોવિયા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં થયું હતુ. આ તકે સદગુરુ રામધુન મંડળના  રમેશભાઇ જન,મોવિયા કડવા પાટીદાર સમાજના પ્રમુખ ભુપતભાઇ કાલરીયા, કાંતી ભાઇ પટોડીયા, ધીરુભાઇ પટોડીયા, રમેશભાઇ લીંબાણી, અમુભાઈ, ચંદુભાઇ ખુટ, ધીરુભાઇ ધડુક,અરવીદભાઇ ખુટ, પી.ડી. ખુટ, ચીરાગ ભાઇ, જીગ્નેશભાઇ, રવી ભાઇ, ચંદુભાઇ  ખાસ હાજર રહી આ ક્રાયકમમા આહુતી આપી, ગામના લોકોને પ્રકૃતીનું જતન થાય અને વધુ માં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી પુર્ણ નીષ્ઠાથી નીભાવવી જોઇએ એવો શુભ સંદેશ આપ્યો હતો. સંત ખીમદાસબાપુ ચૈત્નય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયાધામ દ્વારા અંદાજે અત્યારસુધી માં 15000થી વધુ ફુલ ઝાડના રોપાનું વિનામુલ્યે વિતરણ તથા જુદી જુદી અનેક જગ્યાએ વૃક્ષા રોપણ દ્વારા પર્યાવરણ બચાવવાનો સહીયારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોવિયાધામ વડવાળી જગ્યાના ભાવેશબાપુ, જેન્તીદાસબાપુ, પ્રકાશબાપુ, શીવમબાપુ, દુલભભાઇ, પારસ ભાઇ કાલરીયા, જયેશભાઇ બેરા,વીનુભાઇ સાવલીયા, ગીરીશભાઇ, મનીષભાઇ, પારસભાઇ પંડયાએ જહેમત ઉઠાવી હતી.

Print