www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કામનું પેમેન્ટ ન આવતાં વેપારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો


સાંજ સમાચાર

માયાણી નગરમાં રહેતાં વેપારીને કામનું પેમેન્ટ ન આવતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને જાણ કરી હતી.

બનાવની વિગત મુજબ માયાણી નગર શેરી નં-6 માં રહેતાં ચંદ્રેશભાઈ કરસનભાઈ ખોખર (ઉ.વ.42) એ આજે બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ પોતે માયાની ચોક બેકબોન શોપિંગ સેન્ટરની સામે શિવ વિન્ડો નામની દુકાનમાં હતાં ત્યારે ઝેરી દવા પી જતા તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યુવક એલ્યુમિનિયમ સેક્શનનો વ્યવસાય કરે છે. તેઓ બે ભાઈ અને એક બહેનમાં નાનો છે. તેમજ તેઓને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. વેપારીને વ્યવસાયના સાત લાખ રૂપિયા આજે આવવાનાં હતાં. તેમાંથી ખરીદેલ માલના સાડા પાંચ લાખ ચૂકવવાના હતાં. પણ સાત લાખ પેમેન્ટ ન આવતા ચિંતામાં આ પગલું ભર્યું હોવાનું તેઓનાં પરિવારજનોએ જણાવ્યું હતું.

 

Print