www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચૂંટણી પંચ કડક: ભાજપને ત્રણ વિવાદિત પોસ્ટ હટાવવી પડી


સાંજ સમાચાર

છત્તીગઢ,તા.25
છત્તીસગઢના રાજ્ય ચૂંટણી પંચના હસ્તક્ષેપ બાદ, ભાજપને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ત્રણ પોસ્ટ દૂર કરવી પડી છે. આ બાબતે છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારી રીના કંગાલેએ ભાજપને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે ભવિષ્યમાં પાર્ટી દ્વારા આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર ન નાખવામાં આવે. 

આ મામલે પહેલી પોસ્ટ 15 મેના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક એનિમેટેડ વીડિયો દ્વારા લીલા કપડા અને ગોળ ટોપી પહેરેલ એક વ્યક્તિ એક મહિલાને લૂંટતો બતાવવામાં આવ્યો હતો. જ્યારે મહિલા મદદ માટે બોલાવે છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક કેરીકેચર ઊડતું આવે છે અને મહિલા પાસેથી પર્સ છીનવી લે છે અને લૂંટ કરનાર પુરુષને આપે છે.

બીજી પોસ્ટ 20મેના રોજ અપલોડ કરવામાં આવી હતી. જેમાં એક ફોટોમાં રાહુલ ગાંધીનું કેરિકેચર એક મહિલા પાસેથી મંગળસૂત્ર છીનવીને બીજા પુરુષને આપી રહ્યું છે.
ત્રીજી પોસ્ટ 23 મેના રોજ છત્તીસગઢ બીજેપીના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી.

એનિમેટેડ વીડિયોમાં રાહુલ ગાંધીને મુસ્લિમ લેબલવાળા મોટા ઈંડા અને SC, ST અને OBC  લેબલવાળા નાના ઈંડા પકડાવેલા દેખાડવામાં આવ્યા હતા. પછી મુસ્લિમ ઇંડામાંથી નીકળેલું બાળક મોટું થાય છે અને બીજાને માળામાંથી બહાર ધકેલી દે છે. આ જ વીડિયો સાતમી મેના રોજ કર્ણાટક ભાજપના એકાઉન્ટ પરથી પણ પોસ્ટ કરાયો હતો.

આ પોસ્ટ બાબતે બીજેપીનું કહેવું છે કે, આ પોસ્ટમાં કંઈ જ આપતીજનક ન હતું. તે કોંગ્રેસના મેનિફેસ્ટો પર કટાક્ષ કરી રહી હતી. 

Print