www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રૂડાના સીઇઓ મિયાણી તથા વસાવાની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરતું ચૂંટણી પંચ


મિયાણી રતલામ ખાતે જ્યારે વસાવા ઝારખંડમાં મત ગણતરી કેન્દ્ર પર ફરજ બજાવશે

સાંજ સમાચાર

રાજકોટ, તા.23
ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની તમામ બેઠકોની ચૂંટણીની મત ગણતરી આગામી તા.4 જુનના રોજ ચૂંટણીની પંચની ગાઇડ લાઇન મુજબ હાથ ધરવામાં આવનાર હોય ચૂંટણીપંચ દ્વારા આ મત ગણતરી માટે ખાસ જનરલ ઓબ્ઝર્વરના ઓર્ડરો કાઢવાનું શરૂ કરી દેવામાં આવેલ છે. 

જેમાં આ વખતે આઇએએસ અધિકારીની સાથે જીએએસ કેડરના અધિકારીઓની જનરલ ઓબ્જર્વર તરીકેને ઓર્ડરો ચૂંટણી પંચ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે. જેમાં રૂડાના સીઇઓ જીવી મિયાણી તથા એડીશ્નલ ઇસ્પેક્ટર જનરલ રજીસ્ટ્રેશન રાજકોટ ઝોનના બી.જે. વસાવાની પણ જનરલ ઓબ્જર્વર તરીકે ચૂંટણી પંચ દ્વારા નિયુક્તિ કરી દેવામાં આવી છે. જેમાં રૂડાના સીઇઓ મિયાણીને મહારાષ્ટ્રના રતલામ ખાતે મત ગણતરી કેન્દ્ર પર ઓબ્જર્વર તરીકે મુકવામાં આવેલ છે જ્યારે વસાવાને ઝારખંડ ખાતેના મત ગણતરી કેન્દ્ર પર ઓબ્જર્વર તરીકે મુકવામાં આવેલ છે. 

Print