www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઈલોન મસ્કે બાળકો પર સોશિયલ મીડિયાની પ્રતિકુળ અસરો વિશે ચિંતા વ્યકત કરી


માતા-પિતાએ પણ ધ્યાન આપવા ચેતવણી ઉચ્ચારી

સાંજ સમાચાર

રાજકોટ,તા.24
ઈલોન મસ્ક ઘણીવાર બાળકો પર સોશિયલ મીડિયાની અસર વિશે વાત કરતા રહે છે. નવ બાળકોના પિતા ઈલોન મસ્કે ગયા વર્ષે એવું કહ્યું હતું કે તેણે તેના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા ક્યારેય અટકાવ્યા નથી. પરંતુ હવે કદાચ તેમને આ ભૂલ લગતી હશે હવે તેમણે બાળકો પર સોશિયલ મીડિયાની પ્રતિકૂળ અસરો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. મસ્કે કહ્યું હતું કે બાળકોને સોધીયલ મીડિયાનો કેટલો ઉપયોગ કરવો જોઈએ તેના પર નિયમ બનાવવો જરૂરી છે. 

આ ઇવેન્ટમાં ઈલોન મસ્કે સોશિયલ મીડિયાના ગેરફાયદા વિશે જણાવ્યું હતું. મસ્કે કહ્યું કે, ’સોશિયલ મીડિયા કંપનીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. જેથી લોકો શક્ય તેટલા લાંબા સમય સુધી એપ્સનો ઉપયોગ કરે. આ બાબત બાળકો માટે જોખમી છે. આ ટેકનીકના કારણે મગજમાં ખુશીની લાગણી પેદા કરતુ કેમિકલ ’ડોપામાઈન’ વધારે છે. આથી મને લાગે છે કે માતા-પિતાએ પણ ધ્યાન આપવું જોઈએ કે તેમના બાળકો સોશિયલ મીડિયા પર વધુ સમય ન વિતાવે.’

ઈલોન મસ્કનું કહેવું છે કે સોશિયલ મીડિયા કંપનીઓ લોકોનું ધ્યાન ખેંચવા માટે એકબીજા સાથે લડતી રહે છે, જેની ખરાબ અસર બાળકોના મન પર પડે છે. તેઓ કહે છે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટૂલ્સના કારણે બાળકોનું શોષણ થાય છે. આથી ડ બન્કોનું શોષણ થાય તેવું ક્ધટેન્ટ પોતાના પ્લેટફોર્મ પરથી અટકાવવા કડક પગલાઓ લે છે. 

Print