www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મૈત્રી કરાર બાદ દુશ્મની: યુવાને મોબાઇલ અને ચેકની લૂંટ કરી


સાત માસથી માવતરે ગયેલી યુવતિને પાછી આવશે તો મારી નાખવાની ધમકી આપી

સાંજ સમાચાર

જામનગર,તા.25
જામનગર શહેરમાં લીવ ઈન રીલેશનશીપમાં રહેતી યુવતીએ યુવાનથી કંટાળીને સાતેક માસ પહેલા ઘર છોડવાની તૈયાર કરતા યુવાને મોબાઈલ ફોન, ચેકની લૂંટ કરીને તુ મારી સાથે સબંધ રાખીશ તો તને અને તારા દિકરાને મારી નાખીશ તેવી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

શહેરના રામેશ્વરનગર, મધુવન પાર્કમાં રહેતી હિરલબેન (ઉ.વ.ર3) નામની યુવતી આરોપી સુનીલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ સાથે લીવ ઈન રીલેશનશીપ કરાર કરીને સાથે રહેતા હતાં. છેલ્લા ઘણા સમયથી યુવતીને આરોપી સુનીલ સાથે સામાન્ય બોલાચાલી થતી હતી. 

જેથી કંટાળીને સાતેક માસ પહેલા યુવતી માતા-પિતાના ઘરે જવા નિકળતા આરોપી સુનીલએ ઉશ્કેરાઈ જઈને રૂ.ર હજારની કિંમતનો મોબાઈલ ફોન ઝુંટવી લઈ અને તેણીના પર્સમાં રાખેલ તેની સહીવાળો ચેક અને એક કોરો ચેક ઝુંટવી લીધો હતો અને યુવતીને કહેલ કે, આજ પછી તુ મારા ઘરે આવતી નહી અને મારી સાથે કોઈપણ જાતના તુ સબંધ રાખીશ તો તને અને તારા દિકરાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

Print