www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામજોધપુરની તાલુકા શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો


વોટરકુલરની અર્પણવિધી: રકતદાન કેમ્પ-વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા

સાંજ સમાચાર

(ભરત ગોહેલ દ્વારા)
જામજોધપુર તા.29
 જામજોધપુર તાલુકા શાળાને 1-પીએમ શાળાનાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
 આ કાર્યક્રમમાં રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરના સ્વામી રાધારમણદાસજી સ્વામી વિવેક સ્વામી પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈએ કાલીયા આ શાળાને એક વર્ષ સુધી દતક લઈ એક વર્ષ સુધી વિદ્યાર્થીને ચાલે તેવી શૈક્ષણિક કીટ તથા વોટરકુલર અર્પણ કયુર્ં હતું.

 આ પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન રકતદાન કેમ્પ વૃક્ષારોપણ વોટર કુલર લોકાર્પણ વ્યકિત વિશેષ સન્માન સમારોહ સહિત વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજાયા હતા.

 આ કાર્યક્રમમાં વિવિધ અધિકારીગણ તથા બહોળી સંખ્યામાં શહેરના શ્રેષ્ઠીઓ વિવિધ આગેવાનો વેપારીઓ વિદ્યાર્થીગણ વાલીગણ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રાજયના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવેલ કે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

ત્યારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરેલ હતી. ત્યારે આજે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરેલ હતી ત્યારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરેલ હતી. ત્યારે આજે આ સુંદર પીએમ તાલુકા શાળા નં.1માં આ ભવ્ય રીતનો શાળા પ્રવેશોત્સવ તેમજ શાળાની વિશેષ કામગીરી સાંભળી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે શાળાઓ વિશેનું જોયેલ સ્વપ્ન સાકાર થતું દેખાઈ રહ્યું છે.

Print