www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વરિષ્ઠ નાગરિક પરીસંઘની કારોબારી મીટીંગ મળી


સાંજ સમાચાર

રાજકોટ,તા.25
ભારતીય મજદુર સંઘ સાથે સંલગ્ન વરિષ્ઠ નાગરિક પરીસંઘ રાજકોટ જીલ્લાની કારોબારીની મીટીંગ ભારતીય મજદુર સંઘ કાર્યાલય રાજકોટ ખાતે  રાખવામા આવેલ હતી.આ કારોબારીની મીટીંગમાં તાજેતરમા અર્નાકુલમ (કોચી) ખાતે મળેલ મીટીંગની માહીતી આપવામા આવેલ અત્યારે આપણે 19 રાજ્યમા કમીટીની રચના થઇ ગયેલ છે અને આશરે 25 થી વધુ પેન્શનર એસોશીયેશન સાથે જોડાયેલ છે,

તે અંગે માહીતી આપવામા આવી આગામી સમયમા વરીષ્ઠ નાગરીક અને પેન્શનરોના પ્રશ્ર્નો અને સમશ્યાઓ અંગે કેન્દ્ર તથા રાજ્ય સરકારોમા રજુઆત કરવી,પી.એફ,પેન્શન-કેન્દ્ર તથા રાજ્ય સરકારના કર્મચારીને 50 ટકા પેન્શન અંગે કાર્યવાહી કરવી વૃધ્ધો ની સંખ્યા વધતી જતી હોવાથી સામાજીક સુરક્ષા,આરોગ્ય, સ્વાસ્થ, મેડીકલ અગવડતા આયુશ્યમાન કાર્ડ રેલ્વેમા ક્ધસેશન ચાલુ કરાવવુ, બેન્ક ફળચામાં જાય તો ત્યારે 10 લાખ રુપીયાની જે જોગવાઇ છે તેની મર્યાદા રુપીયા 25 લાખ કરવા નિરાધાર વરિષ્ઠ નાગરીકો માટે આશ્રય સ્થાન સાથે સંપુર્ણ આર્થિક વ્યવસ્થા કરવી જેથી આવા વૃધ્ધો સ્વમાન સાથે જીવન વ્યતિત કરી શકે આવી વિવીધ સમશ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ આગામી ત્રિવાર્ષિક અધીવેશન જયપુર ખાતે રાખવામા આવેલ છે.

આ જીલ્લા કારોબારીમાં વરિષ્ઠ નાગરીક પરીસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે, દિનેશ રામાવત, દિલીપભાઇ પુજારા મુસાભાઇ જોબણ મંત્રી અને યુ.આર. માકડ વગેરે હોદ્દેદારોએ હાજરી આપી હતી.

Print