www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નાથદ્વારા-ઓખા એકસપ્રેસ ટ્રેનમાંથી નકલી ટીસી ઝડપાયો: મુસાફર પાસેથી 200 રૂપિયા પડાવ્યા’તા


રાજકોટ આવી રહેલ મુસાફર પાસેથી આ એકસપ્રેસ ટ્રેન છે તેમ કહી આગ્રાના શખ્સે કારસ્તાન કર્યું : રેલ્વે પોલીસે શખ્સને પકડી કાર્યવાહી કરી

સાંજ સમાચાર

રાજકોટ તા.25
 નાથદ્વારા ઓખા એકસપ્રેસ ટ્રેનમાં ચડેલા નકલી ટીસીએ મુસાફર પાસેથી રૂા.200 પડાવી લીધા બાદ આરપીએફના જવાનોએ આગ્રાને શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 બનાવ અંગે હાલ ભાણવડ રેલ્વે સ્ટેશન પાસે એક રેસ્ટોરન્ટમાં રહેતા જીતેન્દ્ર ગીસુલાલ વર્મા (ઉ.25)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રેમસી મોહનલાલ ધાકડ (રહે. આગ્રા)નું નામ આપી જણાવ્યું હતું કે તે તેના વતનના સુરેશ નામના યુવક સાથે બોટાદમાં આવેલ એક રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા. ત્યાંથી ભાણવડ કામ માટે ગઈ તા.24ના બોટાદથી અમદાવાદ રેલ્વે સ્ટેશન આવેલ અને અમદાવાદથી રાજકોટ સુધીની રૂ.190ની ટીકીટ ખરીદી નાથદ્વારા-ઓખા એકસપ્રેસ ટ્રેનના પાછળના ડબ્બામાં બેસી રાજકોટ આવતા હતા દરમ્યાન વાંકાનેર રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ ચાલુ ટ્રેને એક સફેદ શર્ટ કાળુ પેન્ટ પહેરેલ શખ્સ મુસાફરોની ટીકીટ ચેક કરતા કરતા તેમની પાસે આવેલ અને ટીકીટ માંગતા તેઓએ ટીકીટ બતાવી હતી.
 

ટીકીટ જોઈ આરોપીએ કહેલ કે હું રેલ્વે ટીકીટ ચેકર છું આ સુપર ફાસ્ટ ટ્રેન છે જેથી તમારે વધુ નાણાનો દંડ ભરવો પડશે તેમ કહેતા તેને રૂા.200 આપેલ પરંતુ આરોપીએ રસીદ આપેલ ન હતી. જેથી તેની પાસે નાણા ભર્યાની રસીદ અને ટીકીટ ચેકરના ઓળખપત્રની માંગણી કરતા તે ડબ્બામાંથી નાસી છુટયો હતો. બાદમાં આરપીએફના જવાનોને બાબતથી વાકેફ કરતા આરોપીને પકડી રાજકોટ રેલ્વે પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Print