www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાટડીનાં કમલપુરમાં જુથ અથડામણમાં ફાયરીંગ


ભરવાડ અને જતમુસલમાન વચ્ચે ઢોર લઇ જવાના પ્રશ્ર્ને માથાકુટ થતા ફાયરીંગ કરાયુ : ભરવાડ યુવકને ઇજા: અમદાવાદ ખસેડાયો

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 1
સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર હથિયારોએ માઝા મુકી છે. ત્યારે દસાડાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં ફાયરીંગનો બનાવ સામે આવ્યો છે. ચકચારી બનાવની વધુમાં મળતી માહિતી મુજબ દસાડા તાલુકાના કામલપુર ગામે રહેતા ગોપાલભાઈ નારાયણભાઈ મુંધવા અને લાલાભાઈ સોમાભાઈ ભરવાડ સાથે ગામના દરીયાખાન ઉમરખાન મલેકે ઢોરના ચાલવા બાબતે બોલાચાલી કરી હતી.

બન્ને માલધારી યુવાનો ઝઘડો કરવા ન માંગતા હોઈ ત્યાંથી જતા રહ્યા હતા. જયારે તેઓ પરચાધારની જગ્યા પાસે પહોંચ્યા ત્યારે કાર અને બાઈક લઈને દરીયાખાન ઉમરખાન મલેક, અમજીતખાન દરીયાખાન મલેક, અબ્બાસખાન મુસ્તુખાન મલેક, સોહીલખાન સુવાદખાન મલેક, સુવાદખાન ઉમરખાન મલેક, ઈમરાનખાન સુવાદખાન મલેક અને મુસ્તુખાન ઉમરખાન મલેક હાથમાં ધારીયા, લોખંડની દાંતી, નાળવાળી બંદુક, લાકડી, તમંચો લઈને ધસી આવ્યા હતા.

 પાટડીના કામલપુરમા બે જૂથ વચ્ચે અથડામણ બાદ બે રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. જેમાં પેટમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત ભરવાડ યુવાનને અમદાવાદ હોસ્પિટલ લઈ જવાયો હતો. આ ગંભીર ઘટનાના પગલે સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી સહિતનો જિલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.’ બજાણા પોલીસ મથકના તાબામાં આવતા પાટડી તાલુકાના કામલપુર ગામે ભરવાડ અને જત મુસલમાન જ્ઞાતિના બે જૂથો વચ્ચે રસ્તા પરથી ઢોર ન લઈ જવાના મુદે માથાકૂટ થઇ હતી. બાદમાં આ સામાન્ય ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે.

જેમાં કમાલપુર ગામ મોટી બંદૂક વડે બે રાઉન્ડ ફાયરિંગ થતાં ભરવાડ યુવાનને પેટના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ફાયરિંગની ઘટનાની જાણ થતાં બજાણા પોલીસ મથકના પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે કમાલપુર ગામે દોડી આવ્યા હતા. જેમાં પાટડી અને બજાણા પોલીસ દ્વારા કમાલપુર ગામે પોલીસ બંદોબસ્ત સાથે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગામમાંથી ગાયો સહિતના માલઢોરને ન લઈ જવા બાબતે બંને કોમ વચ્ચે ઝઘડો થયો હતો.

જેમાં સામાન્ય ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરી લેતા બે રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ ભાગી ગ્યા હતા. આ બનાવમાં 45 વર્ષના લાલાભાઇ સોમાભાઈ ભરવાડને પેટના ભાગે ઈજાઓ પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી સહિતનો જિલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ફરાર આરોપીઓને ઝબ્બે કરવા પોલીસ વિભાગે એલસીબી, એસઓજી, ડીવાયએસપી સ્કોડ, પેરોલ ર્ફલો સ્કોડ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. રેન્જ આઇજી અને જઙ કામલપુર દોડી ગયા કામલપુર ગામે બે કોમ વચ્ચેના સામાન્ય ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગના બનાવમાં એક ભરવાડ યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

આ ગંભીર ઘટનાના પગલે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી ડો. ગિરીશ પંડ્યા અને ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત સહિતના પોલીસના આલા અધિકારીઓ કામલપુર ગામે દોડી ગયા હતા.

Print