www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગીર સોમનાથ જિલ્લાના માછીમારોએ અન્ય રાજ્યોનાં ટંડેલ રાખતા પહેલા પોલીસને જાણ કરવી


સાંજ સમાચાર

વેરાવળ, તા.1
ગીર સોમનાથ જીલ્લો વિશાળ દરિયા કિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવનું મંદીર આવેલ છે, આ સિવાય જિલ્લામાં પ્રવાસ-પર્યટનના તથા ધાર્મિક ઘણા સ્થળો આવેલા છે. જયાં વિશાળ પ્રમાણમાં દૈશ-વિદેશના પ્રવાસીઓ, યાત્રાળુઓ આવે છે.

જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર આવેલ છે. જિલ્લાની મોટા ભાગની વસ્તી દરિયાઇ ખેતી સાથે સંકળાયેલ હોય, જેથી માછીમારી કરવા માટે બહારથી કે અન્ય રાજયોમાંથી માણસો લાવી તેમને બોટમાં ટંડેલ તરીકે કામે રાખવામાં આવે છે આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

ગીર સોમનાથ જીલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ પણ બોટ માલીક દ્વારા ટંડેલને જયારે કામે રાખવામાં આવે તે પહેલા તેનું પોલીસ વેરીફીકેશન કરાવવા માટે તેમને જે તે પોલીસ સ્ટેશન ખાતે રજુ કરવાના રહેશે અને પોલીસ વેરીફીકેશન થયા બાદ જ તેમને કામે રાખવાના રહેશે. જો કોઇ બોટ માલીક પોતાની બોટમાં પોલીસ વેરીફીકેશન કર્યા વિના કોઇ ટંડેલને બોટમાં કામે રાખશે તેવા બોટ માલીક વિરૂધ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કલેકટર નું જાહેરનામું અમલમાં હોય જે જાહેરનામાની તમામ માલીકોએ ચુસ્તપણે પાલન કરવા આહવાન કરવામાં આવે છે.

Print