www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા: ભાયાવદર પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

જૂની અદાવતનો ખાર રાખી યુવતી અને તેનાં પરીવાર પર પાંચ શખ્સોનો કુહાડી અને પાઈપથી હુમલો


♦ઉપલેટાના ખારચિયા (શહીદ) ગામનો બનાવ: પોકસોના ગુનામાં સજા પડયાનો ખાર રાખી વિપુલ પંચાસરા સહિતના શખ્સોએ પરીવારને ઢોર મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા: બે મહિલા સહિત પાંચને ઈજા

સાંજ સમાચાર

રાજકોટ.તા.17
ખારચિયા ગામમાં જૂની અદાવતનો ખાર રાખી યુવતી અને તેનાં પરીવાર પર પાંચ શખ્સોએ કુહાડી અને પાઈપથી હુમલો કરતાં તમામ ઈજાગ્રસ્તોને સારવારમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે ભાયાવદર પોલીસે વિપુલ પંચાસરા સહિતના પાંચ શખ્સો સામે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ખારચિયા (શહીદ) માં રહેતાં  પાયલબેન નરશીભાઈ પરમાર (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ ખીમજી આરોપી તરીકે  ખીમજી પંચાસરાનું નામ આપતાં ભાયાવદર પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી મજૂરીકામ કરે છે. ગઈ તા. 15/06/2024 ના સાંજના સમયે તેઓ તેમના પરીવાર સાથે  ગામની ધાર વિસ્તારમાં નવુ રહેણાંક મકાન બનાવતા હોય તેમા દરવાજો ફીટ કરવાનુ કામ કરતા હતા ત્યારે તેમની પાડોશમા રહેતો રાહુલ પંચાસરા અને તેની સાથે બે શખ્સો પાઈપ અને કુહાડા સાથે દોડી આવી દરવાજાનુ કામ ચાલું હતું તે દરવાજો પાડી ત્રણેય શખ્સો આડેધડ મારમારવા લાગેલ હતાં. તેમજ આરોપીઓએ તેણીના પગના ભાગે કુહાડીના ઘા ઝીંકતા ગંભીર ઈજા પહોંચી હતી.

તેમજ ત્યાં હાજર ફરિયાદીના ભાઈ સુરેશને પણ મારમારતાં તેમને પણ ઈજા પહોંચી હતી. દરમિયાન તેણીના દાદી તેમને પણ ત્રણેય શખ્સોએ મારમાર્યો હતો. બાદમાં પાછળથી ઘસી આવેલા બે અજાણ્યાં શખ્સો લાકડાના ધોકા સાથે ઘસી આવી આડેધડ મારમારવા લાગેલ હતા અને દેકારો થતાં આજુબાજુમા રહેતા લોકો આવી ગયેલ હતા.

ત્યારે આરોપીઓ ગાળો આપી ગામ મુકી જતા રહેવાની ધમકી આપી નાસી છૂટ્યા હતાં.

બાદમાં ઈજાગ્રસ્ત ફરિયાદી સહિતના લોકોને 108 મારફતે સારવારમાં પ્રથમ ઉપલેટા બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. 
વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેમની નાની બહેન પૂજાના કેસમાં હાઇકોર્ટ દ્વારા વિસ વર્ષની સજા થયેલ હોય જેમા રાહુલનો ભાઇ સાગર જામીન ઉપર છુટેલ હતો. જે બાદ માથાકૂટ થતી હોય જેનો ખાર રાખી તેણીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હુમલો કર્યો હતો.

બનાવ અંગેની ફરીયાદ પરથી ભાયાવદર પોલીસે ગુનો નોંધી જેતપુર ડીવાયએસપી આર.એ.ડોડીયાએ તપાસ હાથ ધરી હતી.

Print