www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોનાવાલાના ડેમમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા : ત્રણના કરૂણ મોત


પર્યટન સ્થળે કરૂણ દુર્ઘટના: ધોધ પરની મજાના અંતિમ દ્રશ્યોથી અરેરાટી

સાંજ સમાચાર

મુંબઇ, તા.1
મહારાષ્ટ્રના પૂણેના લોનાવાલામાં આવેલ ભૂશી ડેમ નજીકના રેલવે વોટર ફોલમાં ધોધની મજા લેતા પાંચ પરિવારજનો  તણાઇ જતા તે પૈકી 40 વર્ષની મહિલા અને 13 તથા 8 વર્ષની બાળકીના ડૂબી જવાથી મોત થયા છે.  આ પરિવાર તણાતો હતો તેનો અંતિમ વિડીયો વાયરલ થયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ બે બાળકો ગુમ છે. ગુમ થયેલા બાળકોની ઉંમર 6 થી 9 વર્ષની વચ્ચે છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યારે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. લોનાવાલા શહેર પોલીસ અને શિવ દુર્ગ બચાવ ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે.

પુણે દેહાતના પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી, જેના પગલે સર્ચ અને રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. વરસાદની મોસમમાં અહીં આવનારા લોકોની સંખ્યા વધી જાય છે.

રવિવાર હોવાથી અહીં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોની હાજરી અને પછી આવા હવામાનમાં થોડી બેદરકારી લોકોના જીવના દુશ્મન બની જાય છે. આ મામલે પણ હજુ તપાસ ચાલી રહી છે અને બને ત્યાં સુધી બેદરકારી અને ગફલતનો મામલો જણાય છે.

દેશમુખે કહ્યું કે તમામ લોકો પુણેના સૈયદ નગરના રહેવાસી છે. આ તમામ એક જ પરિવારના સભ્યો છે. મૃતક મહિલાની ઓળખ શાહિના પરવીના તરીકે થઈ છે. આ ઘટનામાં એક 6 વર્ષની છોકરી અને ચાર વર્ષનો છોકરો ગુમ છે. તેમના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સતત વરસાદના કારણે રેસ્ક્યુ ટીમને મૃતદેહો શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે ધોધનો પ્રવાહ પણ વધી રહ્યો છે.

Print