www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

20 મિનિટ લાઈનમાં ઉભા રહ્યા બાદ...

વિદેશમંત્રી એસ.જયશંકરનું વોટર લિસ્ટમાં નામ ન મળતા મતદાન કર્યા વિના પાછા ફર્યા


બાદમાં ખરા મતદાન કેન્દ્રમાં જઈ વોટીંગ કર્યું

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.25

લોકસભા ચૂંટણીમાં આજે છઠ્ઠા તબકકાના વોટીંગ દરમિયાન દિલ્હીની સાત લોકસભા સીટો પર આ તબકકામાં મતદાન થઈ રહ્યું છે ત્યારે વિદેશમંત્રી એસ.જયશંકર પણ મતદાન કરવા પોલીંગ બુથે પહોંચ્યા હતા.

જો કે 20 મિનિટ સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમને ખબર પડી કે તેનું નામ લિસ્ટમાં નથી. આ સ્થિતિમાં તેઓ મતદાન કર્યા વિના જ ઘેર પાછા ફર્યા. ઘર પર તેમણે બીજી વાર ચેક કર્યું તો ખબર પડી કે તેમનું વોટીંગ સેન્ટર બીજું છે પછી બીજા મતદાન કેન્દ્ર પર તેમણે પોતાનો મત આપ્યો હતો. સાથે સાથે તેમણે લોકોને રેકોર્ડબ્રેક સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી.

નવી દિલ્હીની ડીસ્ટ્રીકટ ઈલેકશન ઓફિસ તરફથી દેશના વિદેશમંત્રી એસ.જયશંકરને તે પોલીંગ સ્ટેશન પર પ્રથમ પુરુષ મતદાતા બન્યાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. ખુદ કેન્દ્રીય મંત્રીએ સર્ટીફિકેટની સાથે પોતાની તસવીર સોશિયલ મીડીયા પર શેર કરી હતી.

Print