www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના સોખડા ગામે મારામારીનાં બનાવમાં ચાર ઝડપાયા


સાંજ સમાચાર

 (જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.17
મોરબી તાલુકાના સોખડા ગામે રહેતો ચેતનભાઇ બાબુભાઈ થરેશા નામનો 30 વર્ષનો યુવાન તેના ઘર નજીક હતો. ત્યારે રવુભા ગઢવી, ભરત ગઢવી, વિજય ગઢવી અને નિલેશ ગઢવી નામના ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ ભોગ બનેલા યુવાન ચેતન થરેસાએ ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ભાઈ હિતેશભાઈની સાથે રવુભા ગઢવીને શેરીમાં ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હતી. તે બાબતનો રોષ રાખીને ચારેય ઇસમોએ એકસંપ કરીને તેને ધોકા વડે માર માર્યો છે .

જે ગુનામાં પોલીસે આરોપી રવુભા દેવરાજ બળદા જાતે ગઢવી (32), ભરતભાઈ વિશાલભાઈ બળદા જાતે ગઢવી (30), વિજય ગોવિંદભાઈ બળદા જાતે ગઢવી (41) અને નિલેશ વિશાલભાઈ બળદા જાતે ગઢવી (27) રહે. બધા સોખડા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
 

વૃદ્ધ સારવારમાં
મોરબી નજીકના રવાપર ગામે આવેલ બોની પાર્ક વિસ્તારમાં રહેતા ગૌરીબેન લાલજીભાઈ શેરસીયા (58) નામના મહિલાને તેઓના ઘર પાસે પાડોશી સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને મારામારીમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 
 

વૃદ્ધ સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા નવતમભાઈ નરભેરામભાઇ કુબાવત (75) નામના વૃદ્ધે પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા 

Print