www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ડકવર્થ-લુઈસ નિયમ લાવનાર ફ્રેન્ક ડકવર્થનું અવસાન : 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા


સાંજ સમાચાર

T20 વર્લ્ડ કપ 2024 વચ્ચે રમત જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટ જગતમાં ડકવર્થ-લુઇસ-સ્ટર્ન નિયમ લાવનાર ફ્રેન્ક ડકવર્થનું નિધન થયું છે. તેમણે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ફ્રેન્ક ડકવર્થ પણ ઈંગ્લેન્ડના આંકડાશાસ્ત્રી હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, ફ્રેન્ક ડકવર્થનું નિધન 21 જૂને થયું હતું. ડકવર્થ-લુઈસ પદ્ધતિ ડકવર્થ અને તેના સાથી આંકડાશાસ્ત્રી ટોની લુઈસ દ્વારા ઘડી કાઢવામાં આવી હતી અને તેનો ઉપયોગ વરસાદથી પ્રભાવિત મેચોના પરિણામની આગાહી કરવા માટે થાય છે.

આ સિસ્ટમ પ્રથમ વખત 1997માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાગુ કરવામાં આવી હતી અને 2001માં આઈસીસી દ્વારા તે મેચોમાં જ્યાં ઓવરોની સંખ્યા ઓછી કરવામાં આવી હોય તેમાં સુધારેલા લક્ષ્યાંકો આપવા માટે માનક સિસ્ટમ તરીકે સ્વીકારવામાં આવી હતી.

ડકવર્થ અને લુઈસની નિવૃત્તિ પછી અને ઓસ્ટ્રેલિયન આંકડાશાસ્ત્રી સ્ટીવન સ્ટર્ન દ્વારા કેટલાક ફેરફારો બાદ, આ પદ્ધતિને ડકવર્થ-લુઈસ-સ્ટર્ન નામ આપવામાં આવ્યું હતું. ડકવર્થ અને લુઈસ બંનેને જૂન 2010માં ’મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર’ (MBE) એનાયત કરવામાં આવ્યા હતા. આ નિયમને કારણે મેચમાં પરિણામ શક્ય બન્યું .

DLS પદ્ધતિ જટિલ આંકડાકીય પૃથ્થકરણ પર આધારિત છે જે આગળની બેટિંગ કરનારી ટીમ માટે સુધારેલ લક્ષ્ય નિર્ધારિત કરવા માટે બાકી રહેલી વિકેટ અને ઓવર ઘટાડવા સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં લે છે.

વાસ્તવમાં, જ્યારે પણ કોઈ ક્રિકેટ મેચમાં વરસાદ પડે છે અથવા અન્ય કોઈ કારણસર મેચમાં વિલંબ થાય છે, ત્યારે ડકવર્થ-લુઈસ-સ્ટર્ન નિયમ લાગુ કરવામાં આવે છે. ફિલ્ડ અમ્પાયર પોતાની ઈચ્છા મુજબ વેડફાયેલા સમય અનુસાર આ નિયમ લાગુ કરે છે.

 

Print