www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલે ભાવનગરમાં ગિટાર શીખવવાનો નિ:શુલ્ક વર્કશોપ


સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.25
ભાવનગરમાં કલા સંગમ ફાઉન્ડેશન સંચાલિત પ્રો આર્ટીસ્ટ હબ એકેડેમી દ્વારા આવતીકાલ તા.26ને રવિવારે સવારે 10 વાગે તજજ્ઞો દ્વારા ગિટાર શીખવવા માટેનું એક દિવસીય ફ્રી વર્કશોપ રાખેલ છે જે ભાઈઓ અને બહેનો રસ ધરાવતા હોય એ ફોન નંબર - 7990272274 પર ફ્રી માં રજીસ્ટ્રેશન કરાવી લેવું. જેમની પાસે ગિટાર હોય તેઓએ લઇને આર્ટીસ્ટ હબ એકેડેમી, મોઢ મોહોદય ભવન, પહેલો માળ, ચંન્દ્રેશ્વર મંદિરની સામે, મેઘાણી સર્કલ, ભાવનગર ખાતે આવવાનું રહેશે.

Print