www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉતર ગુજરાતમાં રોલીંગ મિલો સાથે સંકળાયેલ 9 પેઢીમાં જીએસટીના દરોડા


બોગસ બિલોનાં આધારે રૂા.70.71 કરોડની ખોટી વેરા શાખ લેવાઈ હોય ત્રણની ધરપકડ: આરોપીઓ રિમાન્ડ ઉપર

સાંજ સમાચાર

અમદાવાદ,તા.28
બોગસ પેઢીઓ પાસેથી મેળવેલ ફરજી બિલોને આધારે ખોટી વેરાશાખ મેળવી કરચોરી કરતી બેનેફીશયરી પેઢીઓએ સરકારી તીજોરીને સીધુ નુકશાન પહોંચાડી રાજયના અર્થતંત્ર માટે ઘાતકી સાબીત થયેલ છે. આવી પેઢીઓ પર પૂરતો અંકુશ આવે અને કરચોરીને અસરકારકતાથી ડામી શકાય તે આશયથી ઉત્તર ગુજરાત ખાતે આવેલ સ્ટીલ તથા કોપરની 09 રોલીંગ મીલોમાં સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે આવી પેઢીઓ દ્વારા સ્ક્રેપની બોગસ ખરીદીઓ દર્શાવી મોટાપાયે ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કરવામાં આવેલ છે. જે પરત્વે બોગસ બીલો આધારીત રૂા.392.83 કરોડની ખરીદીઓ દર્શાવી રૂા.70.71 કરોડની મળવાપાત્ર ન હોય તેવી વેરાશાખ ભોગવેલ છે.  ખોટી વેરાશાખ ભોગવવી એ જીએસટી કાયદાની કલમ 132 (1) (સી) હેઠળ ગુનો બનતો હોઈ વિભાગ દ્વારા ત્રણ કેસોમાં આ પેઢીઓના સંચાલકોની સ્પષ્ટ સંડોવણી જણાતા નિલકંઠ એલોયના ભાગીદાર અરવિંદભાઈ વિઠલભાઈ પટેલ, કેપકો એલોય પ્રાઈવેટ લીમીટેડના ડાયરેકટર કૃપેશકુમાર રમેશભાઈ પટેલની તથા પ્રમુખ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર જશ્મીનકુમાર લક્ષ્મણભાઈ પટેલની ઉત્તર ગુજરાત ખાતેથી આ કેસોમાં વધુ ઉંડાણપૂર્વકની તપાસ કરવા સારૂ ધરપકડ કરવામાં આવેલ છે.

આ ત્રણ પેઢીઓ દ્વારા પ્રાથમિક દ્દષ્ટિએ કુલ 190.43 કરોડના બિલો મેળવી રૂા.34.27 કરોડની ખોટી વેરાશાખ ભોગવવામાં આવેલ છે.  અરવિંદભાઈ વિઠલભાઈ પટેલ અને જશ્મીનકુમાર લક્ષ્મણભાઈ પટેલને એડશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં, અમદાવાદ ખાતે રજુ કરવામાં આવેલ.

જે પરત્વે કોર્ટ દ્વારા તા.2/7 સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. કૃપેશકુમાર રમેશભાઈ પટેલની ધરપકડ તા.27/6ના રોજ કરવામાં આવેલ છે. એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં, અમદાવાદ ખાતે રજુ કરતા તા.3/7 સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.

Print