www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગીરનાં સિંહોનાં દર્શન માટે વિદેશી પ્રવાસીઓમાં આકર્ષણ


ચાલુ વર્ષમાં 8.85 લાખ પ્રવાસીઓએ દેવળીયા પાર્ક, અને સેન્ચ્યુરી ઝોનમાં સિંહ દર્શન કર્યા: વન વિભાગને 10 કરોડથી વધુની આવક

સાંજ સમાચાર

રાજકોટ,તા.17
ગીર જંગલમાં સિંહને નિહાળવા માટે પ્રવાસીઓ નો ઘસારો જોવા મળી રહ્યોં છે.ગત વર્ષ કરતા આ વર્ષે સંખ્યામાં વધારો થયો છે.જ્યારે સ્થાનિક ભારતીય પ્રવાસીઓની સંખ્યા 30 ટકા વધી છે.અને વનવિભાગને 10 કરોડથી વધુની આવક થઈ છે.જો કે હવે ચાર માસ માટે સિંહ દર્શન બંધ થયા.

ચાલુ વર્ષમાં 2023-24 માં 8.85 લાખ પ્રવાસીઓ ગીરમાં આવ્યા હતા તેમજ દેવળીયા સફારી પાર્ક અને સેન્સ્યુરી ઝોનમાં પ્રવાસીઓ એ સિંહ દર્શન કર્યા તે પ્રવાસીઓમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ છે. આ વર્ષે 9 હજાર પ્રવાસીઓ આવ્યા હતા ગત વર્ષે સંખ્યા 4500 ની હતી.

સાસણ, ભોજદે, હરિપુર, ભાલછેલ, ચિત્રોડ, બોરવાવ, સાંગોદ્રા સહિતના ગામોમાં 24 કલાકના 1 લાખ ભાડું વસુલતા હોટલ,રિસોર્ટ ગીરમાં આવેલા છે.

લગ્નનો ટ્રેંડ પણ ગીરમાં જોવા મળે છે
કોવિડ માં ગીરમાં લગ્નનો ટ્રેન્ડ શરૂ થયો હતો હવે તેમાં વધારો થયો છે અને ગુજરાત બહાર થી પણ લોકો ગીરમાં લગ્ન પ્રસંગ યોજે છે અને સામાન્ય રિસોર્ટ,હોટલમાં 20 થી લઈ 50 લાખ સુધીના આયોજન થાય છે.ગઈકાલે તા.16 જૂનથી સિંહ દર્શન બંધ થયેલ છે.

 

Print