www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગીરગઢડા રોષપૂર્ણ સજ્જડ બંધ: ડિમોલીશન સામે વિરોધ


ગૌચરની જમીનો પર ખડકાયેલી 30 દુકાનોના ડીમોલીશન બાદ અન્ય દબાણો હટાવવા કલેકટરે આદેશ આપતા ગ્રામજનોમાં ભભૂકી ઉઠયો રોષ: લડતના મંડાણ

સાંજ સમાચાર

ઉના ,તા.28
ગીરગઢડા ગામે કલેકટરના આદેશ બાદ ડિમોલીશન બાદ અન્ય સરકારી જામીન ખુલ્લી કરાવવા ગાંધીની આગેવાનીમાં રેલી યોજી આવેદન પત્ર આપ્યા બાદ તંત્રની અતિક્રમણની નિતી સામે આજે ગીરગઢડા ગામ સજ્જડ બંધ રહ્યું છે.

ગીરગઢડાગામે ઉના જામવાળા રોડ ઉપર ગેર કાયદેસર સરકારી જમીનમાં થયેલાં દબાણો અને ગૌશાળા ટ્રસ્ટ દ્વારા સ્મશાન વિકાસ સમિતિ નામે ગૌચરની જમીનમાં 30દુકાનોપાકી બનાવી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા ની કીમત વેચાણ કરી નાંખતા આ બાબતે કલેકટર સમક્ષ રજુઆત થતાં છેલ્લા પાંચ વર્ષથી કલેકટર નાયબ કલેકટર અને મામલતદાર દ્વારા નોટીસ વારંવાર આપવા છતાં રાજકીય દબાણને કારણે ગેર કાયદેસર દુકાનો નાં દબાણ ખાલી નહીં કરાતાં આખરે ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજય સિંહે જાડેજા આવતાં ગીરગઢડા ની મુલાકાત લીધી હતી અને ઉના જામવાળા રોડ પર આવેલ સેવાસદન નજીક તેમજ નેશનલ માર્ગ નાં માર્જિન માં આવતી 200 જેટલાં દબાણો અને ગીરગઢડા ખાતે આવેલી ગૌચર જમીન માં ગૌશાળા ટ્રસ્ટ એ  30 જેટલી દુકાનો રોડ ઉપર બનાવી તેની તપાસ જાતે નિરીક્ષણ કર્યા બાદ ગ્રામજનો ની મીટીંગ યોજી 24 કલાક માં દબાણો હટાવી લેવા કડક આદેશ આપતાં ભારે રોષ ફેલાયો હતો દબાણો કરનારાં લોકો એ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા લાગ્યા હતા અને વિજ કનેક્શન પણ કાપી નાંખતા લોકો નો આક્રોશ ભભુકતા બંધ પાળ્યો હતો. 

ઊના પ્રાન્ત અધિકારી ચિરાગ હિરવાણીયા અને મામલતદાર વાળા તેમજ તાલુકા વિકાસ અધિકારી આર એમ ડી વિભાગ અને પીએસઆઇ જગદીશ ડાંગર સહિત નો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર રહીને ડીમોલેશન ની કામગીરી હાથ ધરી હતી જેસીબી દ્વારા 200થી વધું કોમોસિયલ દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લેવા અને માલસામાન ખાલી કરવાં લાગ્યાં હોવાં છતાંય તંત્ર દ્વારા આક્રમણ કરાતાં ગ્રામજનો માં ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં.

ગૌચર ની જમીન માં 30 દુકાનો તોડી નાખતા ભારે હાહાકાર મચી ગયો હતો અને અન્ય દબાણો દુર કરવા કલેકટર દ્વારા મુદત આપવા ની માંગણી સાથે બપોર બાદ વિશાળ સંખ્યામાં રેલી કાઢી ગીરગઢડા મામલતદાર ને રોષ પુર્વક આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

ઊના ગીરગઢડા જામવાળા રોડ પર આવેલાં 200 કોમસિયલ દબાણો સ્વૈચ્છિક રીતે લોકો એ માલસામાન લઈ ગયાં છે તે દબાણો દુર થઇ ગયાં છે રહેણાંકી વિસ્તારમાં ડીમોલેશન ની કોઈ પ્રકારની કાર્યવાહી કરાશે નહીં તેવું નાયબ કલેકટર ચિરાગ હિરવાણીયા એ જણાવ્યું હતું 

કલેકટરની સુચનાઓ થી આડેધડ ડીમોલેશન થતું હોવાની રજૂઆત ગ્રામજનો આગેવાનો અને કાર્યકરો દ્વારા આવતાં સ્થળ મુલાકાત કરી છે સરકાર સમક્ષ રજૂઆત કરીશું લોકો દ્વારા સ્વૈચ્છિક દબાણો હટાવતા હોય ત્યારે તંત્ર દ્વારા સહયોગ આપવા અને હાલ કોઈ રસ્તા ની કામગીરી શરૂ કરી નથી ત્યારે બીન જરૂરી દબાણો અટકાવીને લોકો ને રોજીરોટી મળી રહે તેવી વ્યવસ્થા તંત્ર એ કરવી જોઈએ તેવું ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ એ જણાવ્યું હતું. 

તંત્રએ ટુંકી મુદત આપી ડીમોલેશન શરૂ કરવા ની તંત્ર એ શરૂઆત કરી છે લોકો સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેતાં હોય ત્યારે અતિરેક દુ:ખદ બાબત છે માનવંતા વાદી અભિગમ અપનાવવા અને લોકો નો રોષ શાંત કરવો જોઈએ તેમ પૂર્વ સરપંચ રાજુભાઈ પટેલે જણાવ્યું છે.ચેમ્બર પ્રમુખ મુકેશભાઈ ગાંધીની આગેવાનીમાં વેપારીઓએ સંજ્જડ બંધ પાળ્યો હતો.

Print