www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગર દ્વારા હિયરીંગ મશીન અપાયા


સાંજ સમાચાર

જામનગર તા.26:

રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે જ કરવામાં આવી છે. રેડ ક્રોસ સોસાયટી હંમેશા લોકોની મદદ માટે તત્પર રહે છે. હાલમાં જામનગર રેડ ક્રોસ સોસાયટી દ્વારા 40 લાભાર્થીઓને હિયરિગ મશીન આપવામાં આવ્યા.

 ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાતના ચેરમેન અજયભાઈ પટેલ દ્રારા આ પ્રોજેક્ટ જામનગર શાખાને આપવામાં આવ્યો હતો. જેમાં જન્મથી બધિર હોય તેવા બાળકોને હિયરિગ મશીન આપવામાં આવ્યા. ’હિયર એન યુ’ કંપની તરફથી ડિજિટલ પ્રોગ્રામેબલ ફોન ક્ધડકશન હિયરિગ મશીન નજીવી કિંમતે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને આપવામાં આવ્યા. ફોન કંડકશન ટેકનોલોજી કાનની 100% ક્ષતિ ધરાવતા લોકો માટે આધુનિક ટેકનોલોજી છે. આ ડિવાઈસ નોન સર્જિકલ છે. તેમાં અવાજને સેટ કરી શકાય છે. 33 ગ્રામ વજનના મશીનની બેટરી ચાર્જ કરી શકાય છે. કંપની તરફથી આવેલાં કુલદિપસિહ વાધેલા, દ્રીજ પટેલ, નેહા પરમાર અને નીલા માનને બાળકોને મશીન ઓપરેટ કરતા શીખવ્યું. આ પ્રોજેક્ટના મુખ્ય દાતા પ્રણયભાઈ દેસાઈ છે, ઉપરાંત બોલબાલા ટ્રસ્ટ રાજકોટ તરફથી પણ પ્રોજેક્ટ માટે સહાય મળેલી છે. સમગ્ર કાર્યક્રમમાં પ્રણયભાઈ દેસાઈ વિડિયો કોન્ફરન્સથી જોડાય હતા. 

આ પ્રસંગે DPEO વિપુલભાઈ મહેતા,  જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન હુલાશબા જાડેજા, લાલપુર તાલુકાના પૂર્વ પ્રમુખ સુરેશસિહ જાડેજા, જિલ્લા IED હેમાંગીબેન દવે, મોટીવેશનલ સ્પિકર પી.એમ.જાડેજા, બોલબાલા ટ્રસ્ટના નરેન્દ્રભાઇ ઉપાધ્યાય, ફિડબેક ફાઉન્ડેશનના વિશાખાબેન, દજ્ઞશભય જ્ઞર તફા ના નિયતિબેન દવે, નેશનલ હાઈસ્કૂના પ્રિન્સીપાલ ડીએસ.ગોહિલ, રેડ ક્રોસ સોસાયટી જામનગર ના વાઈસ ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, ઉપરાંત ડો. જોગીન જોશી, કીરીટભાઇ શાહ, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઇ ભાનુશાલી, પ્રો આનંદ મહેતા, આનંદ દવે, મનોજ મણીયાર , આશિષ ખારોડ, નિતીન પરમાર વિપુલ મહેતા, નિકુલદાન ગઢવી, દિપા સોની, અવની ત્રિવેદી, બીના બદિયાણી, કાજલ ગનીયાણી, રેખા જોશી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ રેડ ક્રોસ સોસાયટી જામનગર ના ચેરમેન બીપીનભાઈ ઝવેરીના માર્ગદર્શન હેઠળ થયો હતો.આ ઉપરાંત ગુજરાત રાજ્ય કક્ષાએ શાળાઓની બ્લડ ડોનેશન પર ચિત્ર હરિફાઈમાં જામનગરના બે વિદ્યાર્થીનીઓના , જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલયની મુંડા દિપીકા અને વુલનમિલ ક્ધયા તાલુકા શાળાની નંદાણિયા રીયાના નંબર આવેલા છે, તેમને ઈનામ આપવામાં આવેલ છે. આ હરિફાઈની તૈયારી કેશુભાઈ ધેટીયાએ કરાવેલી હતી.

Print