www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સતત બીજા દિવસે ગરમીમાં રાહત: 40.4 ડિગ્રી


સપ્તાહના પ્રારંભે પારો 44 ડિગ્રીને પાર ગયા બાદ અંતિમ દિવસોમાં નીચો આવ્યો: 22 કિ.મી.ની ઝડપે ગરમ ફુંકાતા બપોરે લૂ વર્ષા યથાવત

સાંજ સમાચાર

રાજકોટ,તા.25
ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ સાથે રાજકોટ શહેરમાં પણ ચાલુ સપ્તાહના પ્રારંભીક દિવસોમાં ગરમીનો પારો ઉંચો ચડી મંગળ, બુધવારે 44 ડિગ્રીને પાર જતા રાજકોટવાસીઓ કાળઝાળ ગરમી ઉકળી ઉઠયા હતા.ગરમીનાં પ્રક્રોપથી જનજીવન પશુપંખીઓ પર અસર જોવા મળી હતી બાદ સપ્તાહના અંતિમ દિવસમાં પારો નીચે ઉતરતા ગરમીમાં આંશીક રાહત થતા થોડા અંશે રાહત અનુભવાઈ છે.

જો કે બપોરે આકરા તાપ સાથે લૂં વર્ષા યથાવત રહી છે.રાજકોટ શહેર ગઈકાલે શુકવારે બપોરે 2.30 કલાકે મહત્તમ તાપમાન 41.4 ડિગ્રીની સરખામણીએ આજે શનિવારે બપોરે 2.30 કલાકે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સાથે પવનની ગતિ સરેરાશ 22 કિ.મી નોંધાઈ હતી સાથે ગરમીમાં આંશીક રાહતથી શહેરીજનોએ હળવાશ અનુભવી હતી.

બપોરે 22 કિ.મીની ઝડપે લૂ વરસતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં.સપ્તાહના દિવસોમાં ગરમીએ હાહાકાર મચાવ્યા બાદ સપ્તાહ અંતિમ દિવસોમાં થોડી રાહત થઈ છે. પારો 4 ડિગ્રી નીચો ઉતરતા થોડી અંશે રાહત થવા લાગી છે.રાત્રીના અસહ્ય ગરમીથી બચાવા મોટાભાગના લોકો અગાશીના ધાબા પર મીઠી નિંદ્રા માણી રહ્યા છે.રાત્રે થોડી ઠંડક થતા હાશકારો અનુભવાયો છે. ગરમીથી બચવા શહેરીજનો આઈસ્ક્રીમ ઠંડાપીણા, જયુસ, સરબતનો સહારો લઈ રહ્યા છે. 

Print