www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યુવતીનો હાથ પકડી તું સેકસી લાગે છે, મારે તારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે કહીં છેડતી કરી


ધોરાજી પંથકનો બનાવ: યુવતીને રસ્તામાં આંતરી ગામના જ વિકૃત શખ્સે સગાઈ તોડી નાંખવાની ધમકી આપી: ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ. તા.17

ધોરાજી પંથકમાં આવેલ ગામમાં વિકૃત શખ્સે ગામની જ 23 વર્ષીય યુવતીને રસ્તામાં આંતરી તેણીનો હાથ પકડી મારે તારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે, નહીં તો તારી સગાઈ તોડાવી નાંખીસ તેવી ધમકી આપી હતી. તેમજ યુવતી વાડીએ જતી હોય ત્યારે આરોપીએ તેનો હાથ પકડી તું સેક્સી લાગે છે કહીં બિભત્સ માંગણી કરી છેડતી કરતાં ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

બનાવ અંગે ધોરાજી પંથકમાં એક ગામમાં રહેતી 23 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેના જ ગામમાં રહેતાં લાલો ગાંડા ચૌહાણ નામના શખ્સનું નામ આપતાં ધોરાજી તાલુકા પોલીસે આઈપીસી 354 (ક),(1),(4) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે અને તેમની સગાઈ થઈ ગયેલ છે. ગઈકાલે સાંજના સમયે તેણી ગામમાં ચાલીને જતી હતી ત્યારે રસ્તામાં આરોપીએ આબરૂ લેવાના ઈરાદે તેણીને હાથ ઊંચો કરી ઉભો રહેવાનો ઈશારો કરેલ હતો. યુવતી ત્યાં ઉભી ન રહેતાં આરોપી બાઈક લઈ તેનો પીછો કર્યો હતો.

બાદમાં તેણીની આગળ બાઈક આડું નાંખી તેમને અટકાવી હતી અને બાઈકમાંથી આરોપીએ ઉતરી યુવતીનો હાથ પકડી તારે મારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે કે નહીં, કે તારી સગાઈ તોડવી નાંખું હું કોઈ થી ડરતો નથી તેમ કહીં છેડતી કરી ધમકી આપી હતી.

ઉપરાંત અગાઉ પણ યુવતી પોતાની વાડીએ જતી હતી ત્યારે પણ તેણીનો હાથ પકડી તું સેકસી લાગે છે તું મારી સાથે ફ્રેન્ડશીપ કર તેવું કહીં છેડતી કરતો હતો. અંતે કંટાળેલી યુવતીએ પરિવારજનોને વાત કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

Print