www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર યુનિ.ની આઇ.એલ.ટી. કોલેજ B++ ગ્રેડ સાથે નેકમાં ઉતીર્ણ


ચારમાંથી 2.86 માર્કસ મેળવી સંસ્થાએ હાંસલ કરી સિધ્ધિ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 17

પાંચ વર્ષ પહેલા જામનગરના ઓસ્વાલ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઇન્સ્ટીટયુટ ઓફ લેંગ્વેજ ટીચીંગ બી.એડ. કોલેજનું સંચાલન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર હાઇસ્કુલને રાજય સરકાર દ્વારા સોંપવામાં આવ્યું હતું. એક પણ અધ્યાપક વગર આ કોલેજ ર018 જુનથી રાજકોટ ખાતે શરૂ થઇ. ટ્રસ્ટના સંચાલકો ડો. ભદ્રાયુ વછરાજાની, મુકેશ દોશી, હરદેવસિંહ જાડેજા, ઇન્દુભાઇ વોરા, જયંતભાઇ દેસાઇ અને કોલેજના આચાર્ય ડો. નિદત બારોટે બંધ થઇ ગેલી ઇન્ટીટયુટ ઓફ લેંગ્વેજ ટીચીંગ અનુદાનિત બી.એડ. કોલેજને પુનજીર્વિત કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. જે બાદ પાંચ વર્ષમાં આ કોલેજ સૌરાષ્ટ્રની એકમાત્ર અંગ્રેજી વિષયના શિક્ષકોને તાલીમ આપતી કોલેજ બની. 

આ કોલેજમાં હાલ 7 અધ્યાપકો સાથે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનની માન્યતા ધરાવતી કોલેજ છે. રાજકોટનાં હાર્દસમાં કાલાવડ રોડ પર સૌરાષ્ટ્ર હાઇસ્કુલના પરિસરમાં કોલેજ કાર્યરત છે. કોલેજની શૈક્ષણિક અને વહીવટી ગુણવતાનું ગ્રેડેશન કરતી ભારત સરકારની સ્વાયત સંસ્થા એનએએસી દ્વારા હાલમાં જ ઇન્ટીટયુટ ઓફ લેંગ્વેજ ટીચીંગના મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અભ્યાસક્રમ, ટીચીંગ લર્નિંગ પ્રક્રિયા, સમાજ ઉપયોગી કાર્યક્રમો વધારાનું પ્રશિક્ષણ આપતા મુદ્દાઓ, રમત ગમત અને કલા ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓને મળતી મદદ અને સંસ્થાને મળતું નેતૃત્વ જેવા મુદ્દાઓને ધ્યાને રાખી સતત બે દિવસ સુધી એનએએસી બેંગ્લોરથી આવેલા ત્રણ નિષ્ણાંતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

નિષ્ણાંતોએ પોતાનો અહેવાલ નેક બેંગ્લોરને સોંપ્યો હતો. આ અહેવાલને આધારે નેક બેંગ્લોર દ્વારા નિષ્ણાંતોની સમિતિ સમક્ષ પરિણામ માટે મુકાયો હતો. આજે મળેલી નિષ્ણાંતોની કમીટીએ ઇન્સ્ટીટયુટ ઓફ લેંગ્વેજ ટીચીંગ બી.એડ. કોલેજ રાજકોટને B++ ગ્રેડ આપ્યો હતો. સંસ્થાને 4માંથી 286 માર્ક મળ્યા છે. નિષ્ણાંતોની કમીટીએ મૂલ્યાંકન કરતા નોંધ્યું હતું કે કોલેજનું નેતૃત્વ પ્રોફેશનલી નિષ્ણાંત આચાર્ય દ્વારા પુરૂ પાડવામાં આવે છે. માત્ર પાંચ વર્ષના સમયમાં ઇન્સ્ટીટયુટ ઓફ લેંગ્વેજ ટીચીંગ ગુણવતા યુકત શિક્ષણ આપતી સૌરાષ્ટ્રની એક માત્ર અંગ્રેજી શિક્ષક તૈયાર કરતી નેક એક્રિડીટેટેડ સંસ્થા બની છે. સંસ્થાના આચાર્ય તરીકે ડો. નિદત બારોટ, અધ્યાપક તરીકે ડો.નેહલ શિંગાળા, દીપિકા પટેલ, જયોતિ તડવી, ડો.સ્મિતા ગઢવી, ડો. હિમાંશુ આચાર્ય, ડો. તરન્નુમ બુખારી અને ડો. દક્ષા ડાંગર કાર્યરત છે. વહીવટી કર્મચારીમાં ઝંખના આશર છે. 

 

Print