www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

IND Vs ENG : રોહિતની આંખમાં ખુશીના આંસુ


કેપ્ટન ભાવવિભોર : વિરાટ કોહલીએ સંભાળ્યો : ફોટો વાયરલ

સાંજ સમાચાર

ગુયાના, તા. 28
ઈંગ્લેન્ડ સામેની સેમી ફાઇનલની ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ભાવુક થઇને ડ્રેસિંગ રૂમમાં રડવા લાગ્યો હતો. રોહિતનો ભાવુક થતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની ગરદન નીચી કરીને અને હાથ વડે આંખોને મસળતો જોવા મળે છે. આ દરમિયાન વિરાટ કોહલી ઝડપથી તેની પાસે પહોંચી જાય છે અને તેને સંભાળતો દેખાય છે. 

સોશિયલ મીડિયા પર બે મહાન ખેલાડીઓના આ ફોટોને કરોડો ચાહકો લાઈક કરી રહ્યા છે. મેદાન પર અને મેદાનની બહાર બંને વચ્ચે ઘણી વખત સારો બોન્ડ જોવા મળ્યો છે. રોહિતના આ ફોટાએ વન-ડે વર્લ્ડ કપ-2023ની પણ યાદ અપાવી છે.

જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ હાર બાદ તે રડતો જોવા મળ્યો હતો. જો કે ત્યારે દુ:ખના આંસુ હતા અને આ વખતે વિજયની ખુશીના આંસુ હતા. ખરેખર, કેપ્ટનના આ એક ફોટોએ લાખો દિલો પર રાજ કરી લીધું છે.

Print