www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જેતપુરમાં આતશબાજી અને ઢોલ નગારા સાથે વર્લ્ડ ચેમ્પિયન બનવાની ઉજવણી કરાઇ


સાંજ સમાચાર

શનિવારે રાત્રે ભારતે આફ્રિકાને ટી-20 વર્લ્ડ કપમાં હરાવી અને ભારત ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બનતા જેતપુર શહેરમા લોકો અને યુવાનો તેમજ જેતપુર સપોર્ટ એશોશિએશન ના યુવાનો દ્વારા શનિવારે રાત્રે જ તીન બતી ચોક મા ભારતની ટીમની વિજયની ખુશીમાં મોટી સંખ્યામાં લોકો અને યુવાનો દ્વારા ફટાકડાની આતશબાજી તેમજ ઢોલ નગારા વગાડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.

નાચ ગાના અને આતશબાજીથી શહેરના લોકો એ આ ખુશી માણી હતી જેતપુર શહેર સપોર્ટ એશોશિએશનના યુવાનો દ્વારા રસ્તાઓ પર આવી અને વિજયની ઉજવણી કરી હતી.(તસ્વીર / અહેવાલ : દિલીપ તનવાણી-જેતપુર) 

 

Print