www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જેતપુર તાલુકામાં ચાર ઈંચ વરસાદ પાંચ પીપળવા રોડ વિસ્તારમાં તોતીંગ વૃક્ષ વીજવાયર પર ખાબકયું


સાંજ સમાચાર

(દિલીપ તનવાણી દ્વારા) જેતપુર,તા.1
જેતપુર શહેર અને તાલુકામાં ગહી રાત્રે થી ભારે થી ધીમે ધારે વરસાદ પડવા નો શરૂ થયો હતો. સવારના 10 વાગ્યા સુધી ચાર ઈંચ પડી જવા પામેલ હતો જેના પગલે મૌસમનો કુલ વરસાદ 9 ઈચ પડ્યો છે રવિવારે સાંજે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જયારે રવિવારે મોડી રાત્રે થી આખી રાત થી વહેલી સવારે સુધી મા ચાર ઈચ પાણી પડી જવા પામેલ છે.

ભારે વરસાદ પડવા થી અને પવન ના લીધે શહેર ના પાચપીપળા રોડ પર જાહેર રસ્તા પર એક મોટો વુરક્ષ ધરાશાયી થઈ ચાલુ વિજ વાયર પર પડતા વિજ પુરવઠો ચાલુ હોય જેથી રહેવાસીઓ દ્વારા પીજીવીસીએલ અને નગરપાલિકા તંત્ર ને જાણ કરવા મા આવતા તંત્ર દ્વારા પ્રથમ વિજ પુરવઠો બંધ કરી અને તંત્ર દ્વારા આ વુરક્ષ હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી કોઈ પણ નુકશાની થયેલી ન હતી.

Print