www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં ભાઈની સાથે બોલાચાલી થતા કિશોરે કર્યો આપઘાતનો પ્રયાસ


સાંજ સમાચાર

(જિગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 1
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પાવર હાઉસની પાછળના ભાગમાં રહેતા કિશોરે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાવર હાઉસની પાછળના ભાગમાં રહેતા ચંદુભાઈ સનુરાના 17 વર્ષના દીકરા વિશાલે પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા .

ત્યા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની તપાસ કરી રહેલા જે.જે. ડાંગર સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતુ કે, વિશાળને તેના ભાઈની સાથે બોલાચાલી થયેલ હતી જેથી તેને લાગી આવતા તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
 

ઇલેક્ટ્રીક શોર્ટ લગતા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ સરકારી વાડી પાસે રહેતા રેસમાભાઈ ભોજાભાઇ ભટ્ટી નામના વ્યક્તિને ઘરે હતા ત્યારે ઘરે ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા કરી રહ્યા છે

Print