www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બિગબજારની સામે સિલ્વર સ્ટોન મેઈન રોડ પર આવેલ

ઓરનેટ-વન બિલ્ડીંગમાંથી લોખંડનું ઢાંકણું અને જાળી ચોરનાર તસ્કર સકંજામાં


બે દિવસ પહેલા બિલ્ડીંગમાં જ કામ કરતા શખ્સે ચોરી કર્યાનું સીસીટીવીમાં સામે આવતા ક્રાઈમ બ્રાંચે તસ્કરને દબોચી લીધો: તમામ મુદામાલ જપ્ત

સાંજ સમાચાર

રાજકોટ તા.26

બિગબજારની સામે સિલ્વર સ્ટોન મેઈન રોડ પર આવેલ ઓરનેટ-વન બિલ્ડીંગમાંથી લોખંડનું ઢાંકણુ અને જાળી ચોરનાર તસ્કરને ક્રાઈમ બ્રાંચે સકંજામાં લઈ પુછતાછ હાથ ધરી હતી. તપાસમાં તે જ બિલ્ડીંગમાં કામ કરતો શખ્સે જ ચોરી કર્યાનું સામે આવ્યુ હતું.

બનાવ અંગે રૈયાધારમાં સ્લમ કવાર્ટરમાં રહેતા હાર્દિકભાઈ હરીભાઈ પરમાર (ઉ.22) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ બીગબજારની સામે સિલ્વરસ્ટોન મેઈન રોડ પર આવેલ ઓરનેટ-વન નામની બિલ્ડીંગમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઈ તા.24ના તેઓ ઓરનેટ નામની બિલ્ડીંગમાં હાજર હતા ત્યારે લોકોને બિલ્ડીંગના સીકયુરીટી ગાર્ડ ગગનભાઈ વિશ્ર્વકર્માએ તેમને કહેલ કે બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલ ટાંકી પરનું લોખંડનું ચોરસ ઢાંકણું અને તેની બાજુમાં આવેલ લોખંડની બે જાળી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હોવાની વાત કરી હતી.

બાદમાં તેઓએ બિલ્ડીંગમાં લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં ગત તા.21ના સવારના સમયે કોઈ અજાણ્યો શખ્સ લોખંડનું ઢાંકણુ અને લોખંડની બે જાળી ચોરી કરી જતો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તે અંગે આસપાસમાં તપાસ કરતા કોઈ જાણ ન મળતા કોઈ અજાણ્યો શખ્સ રૂા.9600નો મુદામાલ ચોરી કરી નાસી છુટયાની ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુન્હો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન તપાસમાં ક્રાઈમ બ્રાંચે ઝંપલાવી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરને પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ચોરી કરનાર તે જ બિલ્ડીંગમાં નોકરી કરતો હતો. વધુ તપાસ પોલીસે યથાવત રાખી છે.

Print