www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર યુનિ.ના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનું ધમાકેદાર પરિણામ


સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ)       મોરબી તા.25  

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.બી.એ.સેમેસ્ટર-6 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની નવયુગ બી.બી.એ કોલેજનું ધમાકેદાર પરિણામ આવ્યું હતું. 

નવયુગ બી.બી.એ કોલેજની વિદ્યાર્થીની અરણિયા કૃપાલી 79.71 ટકા, સાથે કોલેજમાં પ્રથમ નંબર મેળવ્યો છે. બીજા નંબરે પાંચોટીયા પ્રિયાંશી 77.14 ટકા અને ત્રીજા નંબરે ભાલોડીયા મનસ્વી 76.71 ટકા માર્ક્સ મેળવી બીબીએ વિભાગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જિલ્લા કક્ષાએ મેનેજમેન્ટ કોલેજનો દબદબો જાળવી રાખી કોલેજનંલ ગૌરવ વધાર્યું છે.તમામ વિદ્યાર્થીને સંસ્થાનાં પ્રમુખ પી. ડી.કાંજીયા તેમજ કોલેજના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Print