www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલમાં શ્રીરામચરિતમાનસ કથામાં 35000થી વધુ શ્રોતાઓ ઉમટી પડયા : રામ નામની ગુંજ

જેમના મનમાં રામ જન્મે એમના હૃદયમાં અંધકાર નહિ પણ સદૈવ ઉજાસ : પૂ. મોરારીબાપુ


આ કળયુગ નથી, ભજનનો યુગ છે, કથાનો યુગ છે, જીવન જીવવાનો યુગ છે, રામ સર્વકાલીન છે, રામ બીજ મંત્ર છે, રામ પરમ વિષ્ણુ છે

સાંજ સમાચાર

♣તણખલા જેવું તૃણપદ, ગુરૂ પાસેથી મળે તે ચૂર્ણપદ, આપણામાંથી સંસાર નીકળ્યો હોય એ જ ગોથુ ખવડાવી દે તે ઉર્ણપદ, ચોથુ વર્ણપદ, આ ચાર પદ પ્રાપ્ત થયા પછી જે મળે છે તે પૂર્ણપદ

♣જે રામ નામ જપે એનું શોષણ ન થાય, પરંતુ પોષણ જ થાય, બીજાને બદલવામાં કોઇ દિવસ સફળતા નહિ મળે, આપણે જ બદલાવું પડશે

(તસ્વીર/અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય-ગોંડલ) ગોંડલ, તા. 25
ગોંડલનાં દાસીજીવણ પાર્ટીપ્લોટમાં પુ.મોરારીબાપુનાં ભાવવાહી કંઠમાં ચાલી રહેલી રામચરીત માનસ કથાનાં આજે સાતમાં દિવસે 35000થી વધુ શ્રોતાઓ એ કથાનું રસપાન કરી ભોજન પ્રસાદ લીધો હતો. મોરારીબાપુએ રામ જન્મ સાથે રામાયણની વાત આગળ ધપાવી હતી. તેમણે કહ્યુ કે રામ સર્વકાલીન છે. રામ પોતે પરમવિષ્ણુ છે.

 બાપુએ  કહ્યુ  કે રામ કથારધેનુ છે. રામકથા તમામ સુખનું સેવન છે. શ્રવણ કરવુ એ પણ સેવન છે. રામકથા લખવી એ પણ સેવન, કથા ગાવી એ પણ સેવન છે. છે.

રામકથા માં નિધિધ્યાન કરવું પણ સેવન છે.‘બીજાને બદલવાની કોશિષમાં કોઈ દિવસ નહીં સફળતા નહિ મળે. આપણે જ બદલવું પડશે.
બાપુએ રામ નામનો મહિમા વર્ણવી ગત કાલે રામજન્મ બાદ નામકરણ સંસ્કાર કથાને આગળ ધપાવી હત્તી. વૈરાગના પંથમાં વિઘ્ન ઘણા આવે છે. રામકથા પણ સુરધેનુ છે.આ સાથે બાપુએ પદના પ્રકાર દર્શવ્યા હતા.જેમાં તૃણપદ એ તણખલા જેવું પદ  છે જેની કોઈ કિંમત નથી હોતી. બીજું  ચૂર્ણપદ જે ગુરૂ પાસેથી મળે છે. ત્રીજું ઉર્ણપદ આપણામાંથી સંસાર નીકળ્યો હોય એ જ ગોથું ખવડાવી દે તેવું ઉર્ણપદ, ચોથું વર્ણપદ. આ ચાર પદ  પ્રાપ્ત થયા પછી જે મળે એ છેપૂર્ણ પદ.

 આમ બાપુએ પદ ને મુલવ્યા હતા.બાપુએ વધુમાં જણાવ્યું  કે આગળ હોવા છતાં પાછળ જવું એ ભજન છે.અંદરો અંદર ની ઈર્ષા છોડી દઇએ તો ઘણું સારૂ કામ થઈ જાય.અદરો અંદર ની ઇર્ષા નીકળી જાય તો વૈકુંઠ ઉપરથી નીચે આવી ગાવું, શ્રવણ કરવું મનન કરવું, નિધિધ્યાસન,એવમ રજૂ કરવું ,પરસ્પર સંવાદ કરવો એ પણ એક સેવન છે.

ભગવાન 24 અવતાર છે એમ ભજન ના 24 પ્રકાર છે.આ કળિયુગ નથી કથા યુગ છે.આ જીવવા જેવો યુગ છે. કળિયુગમાં તંત્રના પ્રયોગ બહુ થાય છે.તંત્ર ના યુગમાં ભોળી પ્રજા ભરમાય છે બહુ. એક કથા પ્રેમી એ રામચરિત માનસ ને ગુરૂ માની  પ્રશ્ન રજૂ કરતા બાપુએ પ્રશ્નને નવજયો હતો  વ્યક્તિ ગુરૂ હોય સાથે આખું અસ્તિત્વ સાથે હોય છે. ગુરુ નાનકે ગ્રંથને ગુરૂ માની ગુરૂગ્રંથને પ્રસ્થાપિત કર્યો છે.બુદ્ધ પુરૂષ હાલતો ચાલતો ગ્રંથ છે. સાધુ હાલતા ચાલતા સદગ્રંથ છે. અન્નનો મહિમા ઘણો છે. રામાયણમાં તુલસીદાસજી એ અન્નક્ષેત્રનો મહિમા ગાયો છે.

કોઈપણને જમાડો એટલે ઈશ્ર્વરને જમાડ્યા બરાબર ગણાય.કેટલી કેટલું અંદર પડ્યું હોય પરંતુ એ બધું સમય આવે બહાર આવતું હોય છે.કથામાં અન્ન ભોજન નથી થતું બ્રહ્મભોજન થાય છે. ગુરૂ ને હૃદયમાં રખાય. હું રામને ભૂલું પણ મારા ગુરૂ ને ભૂલું નહી. બાપુએ ગુરૂ મહિમા ના મર્મ સાથે સુંદર સમજ આપી હતી. સાધઓએ કર્યું એવું કોઈએ નથી કર્યું. બાપુએ જણાવ્યું હતું કે  જેમના મનમાં  રામજન્મે એમને અંધકાર ન હોઈ સદૈવ અજવાળા જ હોય.

પ્રામાણિક પ્રણામ કરો તો ફાયદો જ છે. આ સાથે કલકી અવતાર વિશે વિશેષ ધ્યાન દોર્યું હતું. જેમને કાલની ખબર ન હોઈ એ શું કલકી ! રામનામ જપે એનું શોષણ ન થાય પરંતુ પોષણ જ થાય બીજાને બદલવામાં કોઈ દિવસ સફળતા નહિ મળે. આપણે જ બદલાવું પડશે બદલા લેવા કરતા બદલાઈ જવામાં મજા છે.

ગામડામાં બહેનો પાથી એ પાથીએ તેલ નાંખે એમ હું પોથી પોથી એ તેલ નાખવા આવ્યો છું બાપુએ કથામાં રામાયણના આધારે નામનો મહિમા સમજાવ્યો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આમ ચાર ભાઈઓના નામનો મહિમા સમજાવ્યો હતો કથામાં હજારોની સંખ્યામાં શ્રોતાઓ રસતરબોળ બની રામમય બનવા પામ્યા હતા.

♣મોવિયાના સંત ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ
મંદિરના દર્શનનો લ્હાવો લેતા મોરારીબાપુ

♣જગ્યાના ઇતિહાસથી વાકેફ થયા

ગોંડલ, તા. 25
ગોંડલનાં મોવિયા ખાતે આવેલ સંત ખીમદાસબાપુ ચૈતન્ય સમાધી  વડવાળી જગ્યાની પૂ.મોરારીબાપુએ મુલાકાત લઈ  દર્શન નો લ્હાવો લીધો હતો અને જગ્યાનો ઇતિહાસ જાણ્યો હતો.

 રામ કથા ના સાતમા દિવસે બાપુએ  આ જગ્યા ના ઇતિહાસ નો એક પ્રસંગ વર્ણવ્યો હતો. મોવિયા ધામના સુરદાસ સાધુ શામળદાસબાપુ કે જેઓ પાણીનું પરબ આઝાદી પહેલાં મોવિયા અને શ્રીનાથગઢ ગામની વચ્ચે ચલાવતા હતા. ગોંડલ સ્ટેટના રાજવી ભગવતસિહ આ રસ્તા પરથી ત્યાંથી પસાર થાય છે અને સાધુ પાસે પીવા માટે નું પાણી માગ્યું. બાપુ એ પાણી આપ્યું. 

પરંતુ પાણી ડહોળું હતું. લોકોનાં સ્વાસ્થ્યને નુકસાન થાય એટલે ગોંડલ સ્ટેટે નીયમ પ્રમાણે એક આનો દંડ જાહેર કર્યો પરંતુ પાછળથી ખ્યાલ આવ્યો કે આ સાધુ તો  સુરદાસ છે માટે ડહોળુ પાણી પાય છે.તુરંત જ પ્રજાવત્સલ રાજે પાંચ રૂપિયા પગાર જાહેર કર્યો પણ સુરદાસ સાધુ શામળદાસબાપુ એ કહ્યું હું આપનો પગાર ન લય શકું કારણ કે સાધુ તો સેવા ના ભેખધારી હોય છે.

અમારે સગવડ થાશે ત્યારે આપનો એક આનો દંડ રાજકારોબારમા ભરી દઇશુ. પ્રજાવત્સલ રાજવીએ તરતજ નક્કી કર્યું લોકો નું સ્વાસ્થ્ય ન બગડે એ માટે આ સાધુ ના પાણી ના પરબે માટલા ભરવા માટે એક માણસ ની કાયમી વ્યવસ્થા કરવાનો હુકમ  કરવામાં આવ્યો. આજે પણ એ જગ્યા પરમેશ્વર મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે. આ ગામના ખુબજ મોટી ઉમરના વડીલો એમ કહે છે. આંખે સુરદાસ અને લાંબો કોટ અને ધોતીયું પહેરનાર શામળદાસ બાપુએ આખી જિંદગીએ પાણીનું પરબ ચલાવ્યું હતુ.

 

Print