www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાન્સમાં ભારતે ઈતિહાસ રચ્યો : મેરઠની માનસી મહેશ્વરી અને FTII વિદ્યાર્થીઓની ફિલ્મે એવોર્ડ જીત્યા


2 શોર્ટ ફિલ્મોએ એવોર્ડ મેળવ્યા : 78 વર્ષ બાદ સફળતા મેળવી

સાંજ સમાચાર

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે એ જોવા મળ્યું જે છેલ્લા 78 વર્ષમાં જોવા મળ્યું નથી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત 1946માં કરવામાં આવી હતી, પરંતુ આ વખતે વિશ્વભરમાંથી 555 ફિલ્મ સ્કૂલોની એન્ટ્રી પણ લેવામાં આવી હતી.

આ ફિલ્મ સ્કૂલોએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 2,263 એન્ટ્રી મોકલી હતી, જેમાંથી માત્ર 18ની પસંદગી થઈ હતી. અને આ 18 ફિલ્મોમાંથી જે બે ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે તે ભારતની છે અને દેશવાસીઓ માટે ગર્વ ની વાત છે જ્યારે બે ભારતીય ફિલ્મોએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીત્યા છે.

મેરઠની માનસી મહેશ્વરીની ટૂંકી ફિલ્મ ‘બન્નીહૂડ’એ કાન્સમાં ઘણી પ્રશંસા મેળવી અને લા સિનેફ કેટેગરીમાં ત્રીજું ઇનામ જીત્યું. FTII પુણેના વિદ્યાર્થીની એક ટૂંકી ફિલ્મને એ જ શ્રેણીમાં પ્રથમ ઇનામ મળ્યું.

માનસી મહેશ્વરી કાન્સમાં સિઝલ્સ, 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ‘બન્નીહૂડ’ની ચર્ચા ફેમસ થઈ હતી. તેમના દ્વારા બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મ બન્નીહૂડ જોયા પછી ત્યાં બધાએ તેમના વખાણ કર્યા. તે બ્રિટનમાંથી ગ્રેજ્યુએશન કરી રહી છે. શોર્ટ ફિલ્મમાં માનસી મહેશ્વરીએ તેની માતાની સર્જરીની કહાની સંભળાવી, જે દરેકના દિલને સ્પર્શી ગઈ. માનસી મહેશ્વરીએ કહ્યું કે તેમની માતાની સર્જરીની વાત તેમનાથી છુપાવવામાં આવી હતી. તેમાંથી પ્રેરણા લઈને તેણે ’બન્નીહૂડ’ બનાવી, જેમાં જીવનનું સત્ય બતાવવામાં આવ્યું છે.

યુકેમાંથી સ્નાતક થયા પહેલા માનસી મહેશ્વરી દિલ્હીના NIFTમાંથી નીટવેરનો અભ્યાસ કરતી હતી. અહીંથી જ તેણે ફિલ્મો બનાવવાની શરૂઆત કરી હતી. માનસી મેરઠની રહેવાસી છે અને તેણે પ્રારંભિક અભ્યાસ ત્યાંથી જ કર્યો હતો. તે દિલ્હી પબ્લિક સ્કૂલમાં ધોરણ 12માં ટોપર રહી ચૂકી છે.

માનસી ઉપરાંત FTII, પુણેની વિદ્યાર્થીનીએ લા સિનેફ કેટેગરીમાં પ્રથમ ઇનામ જીત્યું હતું. આ 15 મિનિટની કન્નડ શોર્ટ ફિલ્મ છે, જે કર્ણાટકની લોકકથા પર આધારિત છે. તેનું નિર્દેશન ડોક્ટર અને ફિલ્મ નિર્માતા વિદાનંદ નાયકે કર્યું હતું.

આ શોર્ટ ફિલ્મનું શૂટિંગ ટીવી યુનિટ કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થી સૂરજ ઠાકુરે કર્યું હતું, જેનું સંપાદન મનોજ વી અને સાઉન્ડ ડિઝાઇન અભિષેક કદમે કર્યું હતું. તેને પ્રથમ ઇનામ તરીકે 13.5 લાખ રૂપિયા મળ્યા હતા.

Print