www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો


સાંજ સમાચાર

મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રત ચાલે છે અને લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના પત્રકાર પંકજભાઈ સનારીયાએ તેમના જન્મદિનની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને કરી હતી. ત્યારે મોરબીના પત્રકારો ત્યાં હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે પ્રસાદનું વિતરણ કર્યું હતું. આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ શુભકામના પાઠવી હતી.

(તસ્વીર: જિગ્નેશ ભટ્ટ દ્વારા)

Print