www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામજોધપુર વિસ્તાર કયા પક્ષને લીડ અપાવશે?


જ્ઞાતિ આધારિત મતદાન થતા સમીકરણ પલ્ટાવાની ચર્ચા

સાંજ સમાચાર

(ભરત ગોહેલ )જામજોધપુર તા.25
 લોકસભાની ચુંટણી બાદ પરિણામની લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે જેમાં આ વખતે જ્ઞાતિ સમીકરણ તેમજ અન્ય ઉભા થયેલ સમીકરણોને કારણે જામનગર લોકસભા બેઠક સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ છે. આ સીટ ઉપર ભાજપ કોંગ્રેસની બરાબર ટકકર જામી હતી. 

ત્યારે જામનગર લોકસભામાં ભાજપ કોંગ્રેસ માટે સમીકરણની નજરે ચર્ચાનું કેન્દ્ર બનેલ છે. આ બેઠક નીચે આવતા જામજોધપુર વિસ્તારમાં આ વખતે ભાજપ કે કોંગ્રેસ કોને લીડ મળશે તે ચર્ચાનો વિષય બનેલ છે. કેમ કે અહીં જ્ઞાતિ આધારીત મતદાનની ભીતિ સેવાઈ રહી છે.

 2022 વિધાનસભામાં પણ જ્ઞાતિ આધારિત મતના સમીકરણને કારણે ભાજપના ગઢ સમાન જામજોધપુરની આ સીટ વિધાનસભામાં ભાજપે ગુમાવવાનો વારો આવેલ અને આમ આદમી પાર્ટી મેદાન મારી ગયેલ જયારે 2017માં પણ પાટીદાર અનામત આંદોલનની અસરને કારણે આ વિધાનસભાની સીટ ભાજપે ગુમાવી હતી ત્યાં લોકસભા જામનગરની બેઠક માટે રાજકીય પક્ષોને જામજોધપુર વિધાનસભા બેઠકનું જ્ઞાતિ આધારિત વોટીંગ થયું હોય સમીકરણો પલટાય તેવી ચર્ચા જાગી છે.

Print