www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાડીએ દિવાલ બનાવવા મામલે મહિલા પર જેઠ-જેઠાણીનો લાકડીથી હુમલો


જસદણના નાની લાખાવાડ ગામનો બનાવ: ભાનુબેન બાવાળીયાને સારવારમાં ખસેડાયા: જસદણ પોલીસે ગુનો નોંધ્યો

સાંજ સમાચાર

રાજકોટ. તા.25
જસદણના નાની લાખાવાડ ગામની સીમમાં વાડીએ દિવાલ બનાવવા મામલે મહિલા પર તેના જ જેઠ-જેઠાણીએ લાકડીથી હુમલો કરતાં મહિલાને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે જસદણના નાની લાખાવાડ ગામે રહેતાં ભાનુબેન વલ્લભભાઈ બાવળીયા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સુખા અરજણ બાવળીયા અને તેની પત્ની મધુબેનનું નામ આપી જણાવ્યું હતું કે,  તેઓ ખેતીકામ કરે છે અને સંતાનમાં એક પુત્ર-બે પુત્રી છે. ગઈકાલે તેણી તેના પુત્ર જયેશ સાથે વાડીએ હતા ત્યારે તેની બાજુમાં રહેતા તેના જેઠ સુખા બાવળીયાએ કહેલ કે, તમે અહીંયા ત્રણ દિવસ બેલા રસ્તામાં મુકેલ છે અને વચ્ચેથી લેતા નથી તેમજ દીવાલ તમારી જગ્યામાં કરજો જેથી તેમને અમારા કામકાજમાં બોલવું નહીં તેમ કહેતા તેઓ ગાળો બોલવા લાગેલ અને લાકડી લઈ હુમલો કરી દિધો હતો. તેમજ તેની પત્ની મધુબેન પણ ગાળો બોલતી આવેલ અને પકડી રાખી તેના જેઠે લાકડીથી મારમારેલ હતો.

બાદમાં તેણીનો પુત્ર દોડી આવતાં આરોપી દંપતી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેણીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપી દંપતીની ધરપકડ કરવાં તજવીજ હાથ ધરી હતી.

Print