www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.દ્વારા ઈફકોના ડીરેકટર જયેશભાઈનું અભિવાદન


સાંજ સમાચાર

(દિલીપ તનવાણી દ્વારા) 
જેતપુર,તા.25
તાજેતરમાં દેશની રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ઇફકોના ડિરેકટર તરીકે જેતપુર - જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની વરણી 
થયેલ છે.

સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાએ વર્ષો સુધી ઇફ્કોના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળીને ખેડુતોની સેવા કરેલ. તેવી જ રીતે  જ્યેશભાઇ રાદડીયાએ પણ છેલ્લા 10 વર્ષથી ઇફકોના બિનહરીફ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવેલ છે.

જયેશભાઇ રાદડીયાએ જેતપુર - જામકંડોરણા વિધાનસભા વિસ્તારના સિમાડા વટાવીને રાજયના તમામ ખેડુતોના હિતની વાતો કરતા અપાર લોક્ચાહનાના મેળવેલ છે. આ વર્ષે જયેશભાઇ રાદડીયાએ સમગ્ર પંથકમાં કરેલ સેવા યજ્ઞ થકી ઇફકો - સંસ્થામાં થયેલ ચુંટણીમાં વિજય મેળવીને ડિરેકટર તરીકે પસંદગી પામેલ છે.

જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન પ્રમુખ જયંતીભાઈ રામોલીયા, ઉપપમુખ સંજયભાઈ વેકરીયા અને સીનીયર કારોબારી સભ્ય સુરેશભાઈ સખરેલીયાએ જયેશભાઇ રાદડીયાની રૂબરૂ મુલાકાત લઈ હારતોરા કરીને  અભિવાદન કરી ઇફકોના ડિરેક્ટર બનવા બદલ ખુશી વ્યક્ત કરીને શુભેચ્છાઓ આપેલ છે.

Print