www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દારૂના ગુનામાં ફરાર ગંજીવાડાનો જુનૈદ ખલીફા ઝડપાયો


ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને પકડી કાર્યવાહી કરી

સાંજ સમાચાર

રાજકોટ તા.25
 દારૂના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા જુનૈદ ખલીફાને ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં કોન્સ. હરદેવસિંહ રાણા, અનીલભાઈ સોનારા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોકકસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના દારૂના ગુનામાં લાંબા સમયથી ફરાર જુનૈદ હારૂન ખલીફા (ઉ.30) રહે. ગંજીવાડા શેરી નં.17ને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Print