www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ : વાનર અને માનવજોડીનો કમાલ!


સાંજ સમાચાર

પોતાના સ્વાર્થ માટે માણસોએ પ્રાણીઓના જંગલો અને કુદરતી ઘરોનું નિકંદન કાઢી નાખ્યું અને હંમેશા પ્રાણીઓને પણ પોતાના કબ્જે કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે પ્રાણીઓ માણસના ઘરમાં ઘુસી જાય ત્યારે શું થાય ? જ્યારે પ્રાણીઓના વર્ચસ્વ સમક્ષ મનુષ્ય લાચાર બની જાય ત્યારે શું થાય ? ’કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ’ હોલીવુડની હિટ ફ્રેન્ચાઇઝી ’પ્લેનેટ ઓફ ધ એપ્સ રીબૂટ’નો ચોથો ભાગ સ્ક્રીન પર આ કલ્પના જો વાસ્તવિક બની જાય તો શું થાય તેની એક છબી બતાવે છે કે જે ખૂબ જ ડરામણી છે.

આ ફિલ્મ 2017ની ’વોર ફોર ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ’ની સિક્વલ છે કે જ્યાં વાનરો તેમના નેતા સીઝર (એન્ડી સેર્કિસ)ના મૃત્યુ પછી ઘણી પેઢીઓથી નાના જૂથોમાં રહે છે. આવા જ એક એન્ક્લેવમાં, નોહ (ઓવેન ટીગ) તેના પરિવાર સાથે રહે છે અને સુના (લિડિયા પેકહામ)ને પ્રેમ કરે છે. નોવા એક બહાદુર અને દયાળુ લંગૂર છે, પરંતુ તેના કારણે એક દિવસ, પ્રોક્સિમસ (કેવિન ડ્યુરાન્ડ) કે જે પોતાને સીઝરનો અનુગામી લંગૂર કહે છે તે નોવાના ઘર પર હુમલો કરે છે. તે સમગ્ર વિસ્તારને બાળી નાખે છે,

તેના પિતા કોરો (નીલ સેન્ડીલેન્ડ્સ)ને પણ મારી નાખે છે અને બાકીના લંગૂરને બંધક બનાવે છે. નોવા તેના પિતાને વચન આપે છે કે તે તેની ટુકડી પાછી લાવશે અને અહીંથી નોવાની યાત્રા શરૂ થાય છે. આ પ્રવાસમાં, તે એક માનવ મે (ફ્રેયા એલન) અને એક બુદ્ધિશાળી ઓરંગુટન રાકા (પીટર મેકોન) ને મળે છે.

વેસ બોલ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ કેટલાક પ્રશ્નોના જવાબો શોધે છે, જેમ કે શું મનુષ્ય અને પ્રાણીઓ એકબીજા પર વિશ્વાસ કરી શકે છે? શું તેઓ સાથે રહી શકે છે? જો કે, પટકથાના સંદર્ભમાં ફિલ્મ હારી જાય છે. સ્ક્રિપ્ટ ખૂબ જ નબળી અને બોરિંગ છે. અઢી કલાકની આ ફિલ્મ અધવચ્ચેથી જ કંટાળાજનક લાગે છે. વાયરસના કારણે વાંદરાઓ સ્માર્ટ અને માણસો લાચાર બની જવાની થિયરી ખરેખર વિચિત્ર લાગે છે.

જો કે, ફિલ્મ વ્યૂપોઇન્ટની રીતે એકદમ આકર્ષક છે. Gyula Padosની સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સનું સંયોજન શાનદાર છે. Owen Teague  નોવા તરીકે ઉત્તમ કામ કરે છે. આ દરમિયાન, પીટર મેકોન રાકાના પાત્ર તરીકે દિલ જીતી લે છે. તેમ છતાં, વાર્તામાં ઉતાર-ચઢાવનો થોડો અભાવ વર્તાય છે અને એકંદરે ફિલ્મ સરેરાશ રહે છે.
[email protected]

કેમ જોવી?:  જો તમે ’પ્લેનેટ ઑફ એપ્સ’ ફ્રેન્ચાઇઝીના ચાહક છો તો!
કેમ ન જોવી?:  નબળી વાર્તા અને સ્ક્રીનપ્લે ધરાવતી ફિલ્મો પસંદ ન હોય તો!

THIS WEEK ON OTT
 

1)    નેટફ્લિક્સ : એટલાસ

2)    ડિઝની +હોટસ્ટાર : ધ બીચ બોયઝ

3)    જીઓ સિનેમા : ડૂન - 2

4)    ડિઝની +હોટસ્ટાર : ધ કાર્દાશિયન્સ: સિઝન 5

સાંજ  સ્ટાર 

2.5 ચોકલેટ

Print