www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારતમાં બે બંધારણ છે, એક સામાન્ય નાગરિક માટે, એક પાર્ટીઓ માટે : ક્ષત્રિયોનો રોષ

પોલીસ કમિશનરને ઢંઢોળ તો ક્ષત્રિય સમાજ : પૂતળાદહનમાં અમારા યુવાનો સામે કલમ લગાવી એ જ હવે ભાજપ કાર્યકરો સામે લગાવો


ક્ષત્રિય સમાજના યુવાનો આજે પોલીસ કમિશનર કચેરીએ ગયા હતા અને પરસોત્તમભાઈ રૂપાલાના પૂતળાના દહન બાદ પોલીસે કરેલી કામગીરી યાદ અપાવી હતી

સાંજ સમાચાર

♣ભાજપ શહેર અને જિલ્લાના આગેવાનો કાર્યકરો દ્વારા જુદા જુદા બે સ્થળે મમતા બેનર્જીના પૂતળાનું દહન કરાયું હતું, પોલીસે એક પણ બનાવમાં ગુનો નોંધાવની હિંમત કરી નથી..!

રાજકોટ, તા.25
શહેરના ક્ષત્રિય યુવાનો આજે પોલીસ કમિશનર કચેરીએ દોડી ગયા હતા અને પોલીસ કમિશનરને ઢંઢોળી સવાલો કહ્યું હતું કે,  પૂતળાદહનમાં અમારા યુવાનો સામે કલમ લગાવી એ જ હવે ભાજપ કાર્યકરો સામે લગાવો. ભાજપ શહેર અને જિલ્લાના આગેવાનો કાર્યકરો દ્વારા જુદા જુદા બે સ્થળે મમતા બેનર્જીના પૂતળાનું દહન કરાયું હતું. પોલીસે એક પણ બનાવમાં ગુનો નોંધાવની હિંમત કરી નથી..! જેથી હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. ક્ષત્રિય સમાજના યુવાનોએ રોષ પૂર્ણ નિવેદન આપ્યું કે, આ ભારત દેશમાં બે બંધારણ છે, એક સામાન્ય નાગરિક માટે અને બીજું રાજકીય પાર્ટીઓ માટે.
ઉલ્લેખનીય છે કે, પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિયોમાં રોષ ફેલાયો હતો. સંમેલનો થયા હતા. શહેરોમાં પરસોત્તમ રૂપાલાના પૂતળાઓનું દહન થયું હતું. ત્યારે રાજકોટમાં રેલનગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

જે પછી પોલીસે આકરી કલમો સાથે ગુનો દાખલ કર્યો હતો. પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કર્યું છે તેવી કલમો પણ લગાવી હતી. કેટલાક યુવાનોની અટકાયત થઈ હતી.

જે તે સમયે જ ક્ષત્રિય સમાજના નામી વકીલો પોલીસ કમિશનર પાસે દોડી ગયા હતા. ડીસીપી અને એડી.સીપી સાથે બેઠક કરી હતી. ક્ષત્રિય સમાજના નામી વકીલો પોલીસ અધિકારીઓ સમક્ષ એટલી જ રજુઆત કરી હતી કે, હવે પછી જ્યારે પણ પૂતળા દહનનો કાર્યક્રમ કોઈ રાજકીય પાર્ટી કરે ત્યારે તેના તે કરનાર રાજકીય પાર્ટીના કાર્યકરો સામે પણ ક્ષત્રિય સમાજના યુવાનો સામે જે કલમ લગાવી એ જ લગાવજો અને કેદ દાખલ કરજો. 

ગઈકાલે જિલ્લા ભાજપ દ્વારા ઢેબર રોડ, ગુરુકુલ પાસેના જિલ્લા ભાજપ કાર્યાલયે અને શહેર ભાજપ દ્વારા કિશાનપરા ચોકમાં મમતા બેનર્જીના પૂતળાનું દહન થયું. ત્યાં પોલીસ હાજર હતી પણ આજ બપોર સુધીમાં કોઈ ગુનો દાખલ થયો નથી. જેથી આજે ક્ષત્રિય સમાજના યુવાનો સીપી કચેરીએ પહોંચ્યાં હતા. અને લેખિત રજુઆત કરી હતી.

યુવાનોએ જણાવ્યું કે, રૂપાલાના પૂતળા દહન વખતે ક્ષત્રિય યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. તેમાં 10-10 વર્ષની સજાની જોગવાઈ હોય તેવી કલમો લગાવી હતી. ક્ષત્રિય યુવાનોને રાતભર લોકઅપમાં રખાયા હતા. હવે ભાજપના નેતાઓએ પણ પૂતળા દહન કર્યું. જેથી જેવી કલમ ક્ષત્રિય યુવાનો પર લગાવાઈ. એવી જ કલમ ભાજપના નેતા કાર્યકરો પર લગાવો. 

ચીની વૈજ્ઞાનિકોએ લેબમાં ખતરનાક વાઈરસ વિકસાવ્યો: ત્રણ જ દિવસમાં મોત થઈ શકે
બીજીંગ તા.25

વિશ્વભરમાં હાહાકાર સર્જનારા કોરોના વાઈરસની ઉત્પતિ વિશે ચીન સામે આંગળી ચિંધાઈ જ રહી છે ત્યારે એ ચીન દ્વારા કોરોનાથી પણ વધુ ખતરનાક વાઈરસ લેબોરેટરીમાં તૈયાર કર્યો હોવાનું બહાર આવ્યો છે .

જેનુ સંક્રમણ લાગવાના સંજોગોમાં વ્યક્તિનું ત્રણ જ દિવસમાં મૃત્યુ થઈ જાય છે. હેબઈ મેડીકલ યુનિવર્સિટીના સંશોધકોએ ખતરનાક ઈબોલા વાઈરસના તત્વોના આધારે વિવાદીત અભ્યાસ સાથે તેનાથી પણ વધુ ખતરનાક વાયરસ વિકસાવ્યો છે. માનવ શરીરમાં તેની અસર અને લક્ષણો તથા સંક્રમણ ચકાસવાનો આશય રહ્યો છે. સંશોધકોની ટીમ દ્વારા ઈબોલામાંથી ગ્લાયકોપ્રોટીન કાઢીને વી.એસ.વાઈરસમાં નાખીને પ્રયોગ કરવામાં આવ્યો છે. વાયરસના દાખલ થવા તથા ચેપ લગાડવા માટે પ્રોટીન મહત્વનું હોય છે.

 

Print