www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લાલચ બુરી ચીઝ હૈ: ધારી આઈસીઆઈસીઆઈ બેંકમાં મેનેજરે જ રૂ.65 લાખની રોકડ ચોરી હતી


પોલીસે સીસીટીવી કેમેરા, ફિંગર પ્રિન્ટ અને ડોગ સ્કવોર્ડની મદદથી ભેદ ઉકેલ્યો: મેનેજરે ચોરીની કબુલાત આપી

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.25
ધારી ગામે આવેલ એક બેંકમાં પડેલા ખાનગી નાણાં ચોરી પોલીસે સી.સી.ટી.વી, ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલી બેન્કના મેનેજરની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનવાની વિગત એવી છે કે, અમરેલી જિલ્લાના ધારી ગામે આવેલ અજાણ્યા ઇસમે આઈસીઆઈસીઆઈ બેન્કમાં પ્રવેશ કરી બેંકમાં બેંકના સર્વર રૂમની બાજુમાં ટેબલના ખાનામાં ખાનગી પાર્ટીસ સાચવવા આપેલ રાખેલ રોકડા રૂપિયા 6,65,000  બેન્કના કર્મચારીએ મુકેલ હતા તે રકમ ગત .ર1 ના રોજ બપોરના 1-18 થી સાંજના 5:20 વાગ્યા સુધીમાં કોઇપણ સમયે કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ કરી લઈ ગયાની ફરિયાદ બેન્કના કર્મચારી પ્રિયાંકભાઇ જીતેન્દ્રભાઇ દેસાઇએ ધારી પોલીસમાં નોંધાવેલ હતી.

ધારી પોલીસે પોલીસે સી.સી.ટી.વી. તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત અને ડોગસ્કવોર્ડની મદદ લઇ આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો. ત્યારે પોલીસને મળેલ બાતમી તથા ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદ વડે તે જ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને અમરેલીના હનુમાનપરા રોડ ઉપરવાળા આવેલ પરમ રેસીડેન્સીમાં રહેતા શૈલેષભાઈ બાબુભાઇ ગઢીયા નામનાં ઇસમની શંકાના આધારે પોલીસે પૂછપરછ કરતાં તેઓએ આ રકમની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. 

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, આ બેન્કના કર્મચારીને કોઈ બહારની વ્યક્તિ આ રકમ થોડીવાર માટે સાચવવા માટે આપી ગયેલ હતા. તે નાણાં બેન્કના જ કર્મચારીએ બેંકમાં બેંકના સર્વર રૂમની બાજુમાં ટેબલના ખાનામાં મુકેલ હોય ત્યારે આરોપી આ બધી હકીકત જાણતા હોય ત્યારે આ જ બેન્કના મેનેજર નાણાંની લાલચમાં આવી જઈ ચોરી લીધા હતા. પોલીસે  આરોપીની રોકડ રકમ 6,6પ,000 ના મુદામાલ સાથે અટક કરેલ છે.

Print