www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માલ્યાના દિકરાનાં લંડનમાં યોજાયેલા લગ્ન સમારોહમાં પહોંચ્યા લલિત મોદી!


ભાગેડુઓના ફોટા સોશ્યલ મિડિયામાં વાયરલ

સાંજ સમાચાર

લંડન (બ્રિટન) તા.24

 ભારતીય બેન્કોને હજારો કરોડો રૂપિયાનો ચુનો લગાડી ભાગી જનાર બિઝનેસમેન વિજય માલ્યાનાં દિકરા સિદ્ધાર્થ માલ્યાએ શનિવારે તેની ગર્લફ્રેન્ડ જેસ્મીન સાથે લગ્ન કર્યા હતા આ લગ્ન સમારોહમાં દેશના વધુ એક ભાગેડુ અને આઈપીએલનાં પૂર્વ કમિશ્નર લલિત મોદી જોવા મળ્યા હતા.

લગ્નની પાર્ટીમાં ભારતનાં બન્ને ભાગેડુઓનો ફોટો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો.
લલિત મોદીનો આ વીડીયો સોશ્યલ મીડીયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.વિજય માલ્યાનાં પુત્ર સિધ્ધાર્થનાં લગ્ન સમારોહ લંડનનાં હર્ટફોર્ડશાયરમાં યોજાયો હતો.

 

Print