www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

2003 પછી સૂર્ય પર સૌથી મોટુ સૌર તોફાન: બે વર્ષ સુધી ચાલશે


વર્તમાન ભીષણ ગરમી તથા ‘સોલાર મેકસીમા’ને કોઈ સંબંધ નથી

સાંજ સમાચાર

રાજકોટ તા.23
સુર્યના આકરા તાપ વચ્ચે નવી વાત લોકોને આશ્ર્ચર્ય ચકીત કર્યા છે. હાલ વર્ષ 2024 ચાલી રહ્યું છે. આ વર્ષમાં સોલાર મેકસીમાની ઘટનાઓ જોઈ શકાશે. જેમાં સુર્યની ગતિવિધિ વધી જાય છે. જેના કારણે સૌર કલંક (સનસ્પીર્ટસ) વધી જાય છે. આ ઘટના દર 11 વર્ષે ઘટે છે.

રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સોલાર મેકસીમા ઘટનાને ટેલીસ્કોપથી નિહાળી શકાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતું. જેને લોકોએ ટેલીસ્કોપના માધ્યમથી નિહાળ્યુ હતું. આ અંગે વધુ માહિતી આપતા આયોજક નિલેશભાઈ રાણાએ જણાવ્યું કે વર્ષ 2024-25 બે વર્ષ દરમ્યાન સોલાર મેકસીમા ઘટના જોવા મળશે. જેનો અર્થ એવો થાય છે કે સૂર્યની સપાટી પર શ્યામ રંગના ટપકા જોવા મળે. આ ઘટના દરમ્યાન સૂર્ય પરની ગતિવિધિ વધી જાય છે જેને સૌર કલંક અને સનસ્પોટ પણ કહેવાય છે.

છેલ્લે 2014માં આ ઘટના જોવા મળી હતી પરંતુ 2003 પછીની સૌથી મોટી સોલાર મેકસીમા ઘટના છે. આ ઘટનાથી અવકાશમાં રહેલા સેટેલાઈટને નુકસાન કરી શકે. આ નુકશાન ચોકકસ નથી પરંતુ બે વર્ષ દરમ્યાન ઘટનાઓ રોજ જોવા મળશે. આથી ચોકકસ સમયે ગતિવિધિ વધશે તો સેટેલાઈટને નુકસાન થઈ શકે. આ ઘટનામાં ધ્રુવિય પ્રકાશ વધુ જોવા મળશે. આ ધ્રુવિય પ્રકાશ પહેલા નોર્વે સ્વીડન, સાયબીરીયા, કેનેડા, આઈસલેન્ડમાં દેખાતો હતો પરંતુ હવે લેહ લદાખ સુધી પહોંચ્યો છે અને ત્યાં પણ દેખાવા લાગ્યો છે.

કેટલીકવાર આ ઘટનાથી પૃથ્વીને નુકસાન થવાનો ડર રહેતો હોય છે પરંતુ તેમાં કોઈ તથ્ય નથી. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને નુકસાન કરતી નથી. તારણ મુજબ માત્ર સેટેલાઈટને નુકસાન થઈ શકે છે. આ ઘટનાને નિહાળવા લોકવિજ્ઞાન કેન્દ્રમાં સોલાર મેકસીમાની ઘટના નિહાળી શકાય. આજરોજ ખાસ ટેલીસ્કોપ દ્વારા નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સવારે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. બાળકોથી લઈ મોટેરાઓ પણ આ ઘટના ટેલીસ્કોપ દ્વારા નિહાળી હતી.

 

Print