www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેરાવળ એન.જે.સોનેચા કોલેજમાં IMBA અને IMCA અભ્યાસક્રમનો પ્રારંભ


સાંજ સમાચાર

એ.આઈ.સી.ટી.ઇ. ન્યૂ દિલ્હી દ્વારા વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેક્નિકલ ઇન્સ્ટીટ્યુટને આઈ.એમ.બી.એ. અને આઈ.એમ.સી.એ. અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી મળેલ છે. હવે ધોરણ 12 પછી માત્ર ચાર વર્ષમાં વિદ્યાર્થી થઈ શકે છે એમ.બી.એ./એમ.સી.એ. આ અભ્યાસક્રમો એ.આઈ.સી.ટી.ઇ. માન્ય તથા જી.ટી.યુ. સલગ્ન છે. 

ગીર સોમનાથ જિલ્લામાં એમ.બી.એ./એમ.સી.એ. ધોરણ 12 પછી માત્ર ચાર વર્ષમાં થઈ શકે છે. વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા બહારગામ જવાની જરૂર રહેશે નહીં. વેરાવળમાં એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેક્નિકલ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના 2011 માં થયેલ અને ત્યારથી જ એમ.બી.એ., એમ.સી.એ. અભ્યાસક્રમ ચાલે છે ત્યારે હવે વર્ષ 2024 થી આઈ.એમ.બી.એ. અને આઈ.એમ.સી.એ. અભ્યાસક્રમો પણ શરૂ થયા હોવાનું એક યાદીમાં જણાવેલ છે. 

 

Print