www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરમાં કેદાર લાલ શુટીંગ એકેડેમીનો પ્રારંભ


સાંજ સમાચાર

જામનગર તા.1

જામનગર શહેરમાં અનેકવિધ સેવાકીય કાર્ય કરતી સંસ્થાઓ શ્રી હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચે2ીટેબલ ટ્રસ્ટ અને કેદાર  લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે જામનગર શહેરમાં શેક્ષણિક, તબીબી સહાય, ધાર્મિક, સામાજીક-રાષ્ટ્રીય, સ્વાસ્થ્ય અને પર્યાવણલક્ષી અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં જામનગર  શહેરના રમતવીરો માટે વધુ એક નજરાણું શ્રી હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત કેદાર લાલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવેલ છે. જેમાં પ્રથમ જ પ્રવૃતિ ખાસ નિશાનબાજ ખેલાડીઓ માટે ભવ્ય અતિઆધુનિક સુવિધા સાથેની કેદાર લાલ શુટીંગ એકેડેમીનું ઉધાટન કરવામાં આવેલ છે.

જામનગર ખાતે હાપા માર્કેટીંગ યાર્ડ પાસે, 45 મીટર રોડ પર શ્રીજી કોમ્શીર્યલ સેન્ટર  ખાતે લાલ પિરવાર દ્વારા કેદાર  લાલ ર્સ્પોટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવેલ છે. જયાં ગત શનિવાર તા.29-06-2024ના 2ોજ  કેદાર  લાલ શુટીંગ એકેડમીનું  ઉધાટન ગુજરાત સ્ટેટ રાયફલ એસોસીએશનના પ્રમુખ અજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ જામનગર જીલ્લાની ત્રીજી ડીસ્ટ્રીકટ કોમ્પટીશનની શરૂઆત અજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી.

આ શુટીંગ એકેડેમીના ઉધાટન પ્રસંગે અજયભાઈ પટેલ, સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટી જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજભાઈ લાલ, વિરાજભાઈ લાલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ નિશાન તાક્યા હતા.

બન્ને સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે આ પ્રસંગે જણાવેલ કે, જામનગર શહે2માં જરૂર પડયે ત્યારે  લાલ પિરવારના અમારા  પિરવારીક ટ્રસ્ટો દ્વારા હરહંમેશ સેવાકીય અનેક પ્રવૃતિઓ કરવામાં આવે જ છે. થોડા સમય પહેલા જ જામનગરમાં  કેદાર લાલ સીટી ડિસ્પેન્સરી  પણ બનાવી આપેલ છે જયાં અનેક દર્દીઓ સારવાર લઈ રહયા છે. જયારે  આજે જામનગરના યુવા વર્ગોને ધ્યાનમાં રાખી રમતવીરો માટે અમો કેદાર લાલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું  આયોજન કરેલ છે.

જેમાં અમારી પ્રથમ પ્રવૃતિ કેદાર લાલ શુટીંગ એકેડેમીનું ઉધાટન કરેલ અને નિશાનબાજ રમતવીરો માટે આજે જ અહીં જામનગર  જિલ્લાની ત્રીજી ડીસ્ટ્રીકટ કોમ્પીટીશનનું પણ આયોજન કરેલ છે. અને સમયાંતરે આ  કેદર લાલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં સ્પોર્ટસની પ્રવૃતિઓ આર્ચરી, કરાટે, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડી, ખો-ખો, બેડમીન્ટ, ટેબલ ટેનીશ સાથેની પ્રવૃતિઓ રમતવીરો માટે ચાલુ કરવાના છીએ જેનો લાભ જામનગર શહેરના રમતવિરો  લે અને સ્પોર્ટસ ક્ષેત્રે ગુજરાત અથવા રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય ધોરણે નામના મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Print